કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ પીડિતે કહ્યું, પહેલા નામ પૂછ્યું પછી કર્યો ગોળીબાર…

શ્રીનગર-પહેલગામઃ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સૌથી મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આતંકવાદીઓએ પહેલી વાર પર્યટકોને ટાર્ગેટ બનાવ્યા છે. આજે બપોરના બૈસરન ઘાટીમાં આ હુમલો થયો હતો. આ હુમલામાં એક પ્રવાસીનું મોત થયું છે. એક આતંકવાદીએ પહેલા પર્યટકનું નામ અને મજહબ પૂછ્યા પછી ગોળી મારી હતી. કાશ્મીરમાં અમરનાથની યાત્રા શરુ થયા પૂર્વે આ હુમલો થવાને કારણે પ્રશાસન હરકતમાં આવી ગયું છે.
નામ અને ધર્મ પૂછ્યા પછી ગોળીબાર

પર્યટકો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં દસેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ કહ્યું છે કે સૌથી પહેલા આતંકવાદીઓએ તેમનું નામ અને ધર્મ વિશે પૂછ્યું હતું, ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. પીડિત મહિલાએ એક કરતા અનેક ચોંકાવનારી વાત કરી હતી. પહેલગામના આતંકવાદી હુમલા પછી એક મહિલાએ પીસીઆરમાં ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અહીંયા છથી સાત પર્યટકને ગોળી વાગી છે. એક આતંકવાદીએ તેમના પર ગોળી ચલાવી હતી. પત્નીના હાથમાં ચુડો જોયો પછી એનો ધર્મ પૂછીને તેના પતિ પર ગોળી ચલાવી હતી.
ઈજાગ્રસ્તોને અનંતનાગની હોસ્પિટલમાં દાખલ
મહિલાએ વધુમાં જણાવ્યું કે હું ત્યાં હતી અને મારા પતિ બાજુમાં હતા. ત્યારે એ વ્યક્તિ આવી અને એને ગોળી મારી દીધી હતી. તેણે કહ્યું કે કદાચ મુસ્લિમ નથી અને ગોળી મારી દીધી. મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ પહેલગામમાં પર્યટકો પર ત્રણથી પાંચ મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. પહેલગામના આતંકવાદી હુમલામાં એક મહિલાના પતિને ગોળી મારી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં વ્યથિત મહિલાએ કહ્યું હતું કે તેના પતિને એટલા માટે ગોળી મારી હતી, કારણ કે તે મુસ્લિમ નહોતો.
આ હુમલામાં એકનું મોત થયું છે, જ્યારે બાર જણ ઘાયલ થયા છે. આ હુમલામાં લગભગ બારેક પર્યટક ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને અનંતનાગ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ પછી ભારતીય સેનાની વિક્ટર ફોર્સ, સ્પેશિયલ ફોર્સ, જમ્મુ કાશ્મીરની પોલીસ, એસઓજી અને સીઆરપીએફ દ્વારા આતંકવાદીઓની સામે ઓપરેશન શરુ કર્યું છે.
આપણ વાંચો : રામબનમાં લેન્ડ સ્લાઈડને કારણે ફસાયેલા ગુજરાતીઓની સ્થિતિ શું છે? રાજય સરકારે આપી માહિતી…