છત્તીસગઢ: છત્તીસગઢમાં એક દર્દનાક ઘટના બની હતી જેમાં નજીવી બાબતે કેટલાક યુવાનોએ એક યુવકને કારની બારીમાં ફસાવીને ત્રણ કિલોમીટર સુધી ખેંચ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવકને કેવી રીતે બારીમાં ફસાવીને ખેંચવામાં આવ્યો હતો.
આ ઘટના દુર્ગ સિટી કોટવાલી વિસ્તારમાં બની હતી. પટેલ ચોકમાં સ્વીફ્ટ કારમાં સવાર કેટલાક યુવકોએ પહેલા બાઇક સવાર છોકરાને ટક્કર મારી હતી. આ પછી જ્યારે યુવક તેમની સાથે વાત કરવા ગયો તો તેણે તેનો હાથ બારીમાં ફસાવ્યો અને તેને લગભગ ત્રણ કિલોમીટર સુધી ખેંચી ગયા. આ ઉપરાંત કર દ્વારા તેમને યુવકને દિવાલ સાથે ઘસવાનો પ્રયાસ પણ કર્યો.
આ ઘટના દરમિયાન છોકરો દયાની ભીખ માંગતો રહ્યો. પરંતુ કોઈને તેના પર દયા ન આવી.કારમાં બેઠેલા છોકરાઓ તેને અમર હાઈટ્સ સોસાયટી રિવર રોડ પર લઈ ગયા. ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળતાં તેઓએ યુવકને રસ્તા પર ફેંકી દીધો અને ભાગી ગયા.
ત્યારબાદ ત્યાં સોસાયટીમાં રહેતા લોકોએ કારમાં સવાર યુવકોને પકડી લીધા હતા. આ સંદર્ભે સિટી કોટવાલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હીમાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં એક મિની બસે એક વ્યક્તિને ટક્કર મારી અને ત્યારબાદ તે વ્યક્તિ ટક્કર કારણે બોનેટ પર ચડી જતા તેને થોડા અંતર સુધી ડ્રાઈવર તેને ખેંચતો રહ્યો. આ ઘટના લાજપત નગર વિસ્તારમાં બની હતી. રવિવારે રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ ચાલતા વાહનના બોનેટ પર જોવા મળે છે. તે પોતાની જાતને બચાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે. પોલીસને રાત્રે સાડા અગિયાર વાગ્યે આ અંગેની માહિતી મળતાં ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી હતી.