દિવાળી પહેલા જ અરબ સાગરના કિનારે ત્રાટકી શકે છે ભયંકર ચક્રવાતો
નવી દિલ્હી: હાલ દેશમાં નૈઋત્યનું ચોમાસું જામ્યું છે. અનેક રાજ્યોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. માયાનગરી મુંબઈ સાહિત કિનારાના ભાગોથી લઈને ઉતર-પૂર્વના રાજ્યોમાં પણ હાલ વરસાદ પડી રહ્યો છે. જો કે આ દરમિયાન હવામાનને લગતા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અરબ સાગરના કિનારાના પ્રદેશોમાં તોફાની ચક્રવાતનો સામનો કરવો પડી શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયનોગ્રાફીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓકટોબર કે નવેમ્બર માસમાં કેરળ સહિતના કિનારાના ભાગોમાં ચક્રવાત ત્રાટકી શકે છે.
એક ખાનગી ભારતીય સમાચારપત્રના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ના પૂર્વ ડિરેક્ટર એસ. પ્રસન્નાએ જણાવ્યું હતું કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની ચરણની સમાપ્તિ અને લા નીનો અસરની શરૂઆતના ભાગરૂપે પશ્ચિમ પ્રશાંત મહાસાગર અને પૂર્વ હિંદ મહાસાગર ગરમ થઈ રહ્યા છે. આથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. આથી ઓગષ્ટ મહિનામાં વરસાદ પડે અથવા તો ચોમાસાની ઋતુ થોડી લંબાઈ તેવી આશંકા છે. પરંતુ જો ચોમાસાનું પુનઃ આગમન થઈ જાય તો અરબ સાગરમાં તીવ્ર ચક્રવાતો પેદા થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
આ અભ્યાસ રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ના પૂર્વ ડિરેક્ટર એસ. પ્રસન્ના અને તેની ટીમે મળીને તૈયાર કયો છે, જેનું શીર્ષક છે કે શું ઉત્તર હિંદ મહાસાગર વધારે ગરમ થવાને લીધે એક ભયંકર ચક્રવાતો પેદા થઈ શકે છે. આઅ રિસર્ચ પેપર ઓગષ્ટ મહિનામાં પ્રકાશિત થાય તેવું માનવામાં આવી રહ્યું છે. આ અભ્યાસમાં સહલેખક તરીકે આરએસ અભિનવ અને જાયુ નૉર્વેકરનો સમાવેશ થાય છે. આ સાથે જ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરણીપં મહત્વની ભૂમિકા રહી છે.
એસ. પ્રસન્ના કુમારે જણાવ્યું હતું કે અરબ સાગરમાં ચક્રવાતોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. જો કે બંગાળની ખાડીમાં ચક્રવાતોની સંખ્યા ઘટી છે પરંતુ ભયંકર ચક્રવાતોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે એટલાન્ટિક મહાસાગર, પ્રશાંત મહાસાગર અને બંગાળની ખાડીની સરખામણીએ અરબ સાગર ખૂબ જ ઝડપથી ગરમ થઈ રહ્યું છે, આથી ચોમાસા બાદ અરબ સાગરમાં મોટાપાયે ચક્રાવાતો તેવી આશંકા છે. નૈઋત્યના ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ ચક્રવાતો આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.