નેશનલ

રાજસ્થાનમાં બંધ દરમિયાન તંગદિલી, રસ્તારોકો આંદોલન

રસ્તારોકો: -=જયપુરમાં રસ્તારોકો આંદોલન કરી કરી રહેલા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ટેકેદારો. તેઓએ પોતાના નેતા સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને તાત્કાલિક પકડીને તેઓને કડક સજા કરવાની માગણીને લઇને રાજસ્થાન બંધની હાકલ કરી હતી. (પીટીઆઇ)

જયપુર: જમણેરી પાંખના સંગઠન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની અહીં તેમના ઘરે થયેલી હત્યાને પગલે રાજસ્થાનમાં અનેક સ્થળે તંગદિલી ફેલાઇ છે. રાજ્યમાં બુધવારે બંધ રાખવા કરાયેલી જાહેરાતને પગલે અનેક દુકાન, બજાર અને ખાનગી સંસ્થા બંધ રહી હતી અથવા ત્યાં કર્મચારીઓની બહુ જ ઓછી હાજરી હતી.

રાજસ્થાનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકરો દ્વારા ઘણી જગ્યાએ રસ્તારોકો આંદોલન કરાયું હતું. કરણી સેના દ્વારા આરોપીઓને જલદી
પકડીને તેઓને કડક સજા કરવાની માગણી કરાઇ રહી છે.

દરમિયાન, પંજાબ પોલીસે આવી સંભવિત ઘટનાના સંદર્ભે રાજસ્થાન પોલીસને અગાઉ ચેતવણી આપી હોવાનું કહેવાય છે.

દરમિયાન, આ હત્યાકાંડના એક આરોપી નીતિન ફોજીના હરિયાણાના મહેન્દ્રગઢમાં રહેતા પિતાએ દાવો કર્યો હતો કે અમારો દીકરો અનેક અઠવાડિયાંથી અમારા સંપર્કમાં નથી.
આરોપીઓની ધરપકડ તરફ દોરી જતી માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત પણ કરાઇ હતી.

અગાઉ, સુખદેવસિંહ ગોગામેડીની અહીં તેમના ઘરે આવેલા તેમના ઘરના બેઠકના રૂમમાં હત્યા કરાઇ હતી. ગૅંગસ્ટર રોહિત ગોદરાએ આ હત્યાની જવાબદારી લીધી હતી. રોહિત ગોદરાનો સંબંધ લોરેન્સ બિશ્ર્નોઇની ગૅંગ સાથે હોવાનું કહેવાય છે.

ત્રણ સશ હુમલાખોરો ગોગામેડીના ઘરમાં ઘૂસ્યા હતા અને તેઓમાંના એક જણે ગોળી મારી હતી. હુમલાખોરો સાથેના સામસામા ગોળીબારમાં સુખદેવસિંહ ગોગામેડીના ચોકીદારને ઇજા થઇ હતી.
સુખદેવસિંહ ગોગામેડીના એક સગાએ હૉસ્પિટલની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે સુખદેવસિંહ ગોગામેડીને ઘણાં સમયથી હુમલાની ધમકી મળતી હતી અને પોલીસને તેની જાણ કરાઇ હતી.
હુમલાખોરો અહીંના શ્યામનગર વિસ્તારમાં આવેલા સુખદેવસિંહ ગોગામેડીના ઘરે તેમને મળવાનું બહાનું કાઢીને ગયા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

સુખદેવસિંહ ગોગામેડીને શ્રી રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી સાથેના મતભેદને પગલે ૨૦૧૫માં સંગઠનમાંથી કાઢી મુકાયા હતા અને તેથી તેમણે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની રચના કરી હતી.

આ બન્ને સંગઠને ૨૦૧૮માં અભિનેત્રી દીપિકા પદુકોણની ફિલ્મ ‘પદ્માવત’નો વિરોધ કર્યો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે આ ફિલ્મમાં રાજપૂત કોમના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરાયો હતો.
જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે પત્રકારોને જણાવ્યું હતું કે ત્રણ જણ સુખદેવસિંહ ગોગામેડીના ઘરે ગયા હતા અને ચોકીદારોને કહ્યું હતું કે અમે સુખદેવસિંહ ગોગામેડીને મળવા માગીએ છીએ.

ચોકીદારો આ ત્રણ જણને ઘરમાં લઇ ગયા હતા. આ ત્રણ જણે ગોળીબાર કરતા પહેલાં સુખદેવસિંહ ગોગામેડીની સાથે દસ મિનિટ સુધી વાત કરી હતી.

એક હુમલાખોરનું નામ નવીનસિંહ શેખાવત હતું અને તેનું પણ સામસામા ગોળીબારમાં મૃત્યુ થયું હતું. બાકીના બે હુમલાખોર સુખદેવસિંહ ગોગામેડીના ઘરની બહાર એક વ્યક્તિનું સ્કૂટી છીનવીને નાસી ગયા હતા.

ગોળીબારમાં ઘાયલ થયેલા સુખદેવસિંહ ગોગામેડીના એક ચોકીદારને હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયો હતો.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. અમે બાકીના બે હુમલાખોરને શોધવાનું તુરત શરૂ કરી દીધું હતું. આ હત્યાનું ષડ્યંત્ર રચનારા લોકોને પણ જલદી પકડી લેવાશે.
પ્રાથમિક અહેવાલ મુજબ નવીનસિંહ શેખાવત એક દુકાન ચલાવતો હતો.

સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના સમાચાર મળતા જ રાજપૂત કોમના લોકો ગોગામેડીના ઘરે ભેગા થવા લાગ્યા હતા. ઘાયલ ગોગામેડીને હૉસ્પિટલમાં લઇ જવાયા હતા, પરંતુ બચાવી નહોતા શકાયા.
સુખદેવસિંહ ગોગામેડીના ટેકેદારોએ હૉસ્પિટલની બહાર શિપ્રાપથ પરનો વાહનવ્યવહાર બંધ કરાવ્યો હતો અને આરોપીઓને તાત્કાલિક પકડવાની માગણી કરી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker