બિહારમાં બોટ પલટીજતાં દસ બાળક લાપતા
મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગુરુવારે બાગમતી નદીમાં એક હોડી પલટી જવાથી ઓછામાં ઓછા દસ બાળક ગુમ થયા હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.
બોટમાં ૩૦ બાળકો સવાર હતા અને તેમાંથી વીસને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બાગમતી નદીના કિનારે માધુપુર પટ્ટી ઘાટ પાસે બની હતી. પત્રકારો સાથે વાત કરતા બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મેં સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને આ બાબતે તાકીદે તપાસ કરવા જણાવ્યું છે. રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારોને તમામ સહાય પૂરી પાડશે.
કુમાર જિલ્લામાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવા મુઝફ્ફરપુરમાં છે.