હૈદરાબાદઃ તેલંગાણામાં ચૂંટણીનો માહોલ છે, આવી સ્થિતિમાં ઘણા નેતાઓ પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર કરવા માટે નીકળી પડ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીના નેતા કોઠા પ્રભાકર રેડ્ડી પર જીવલેણ હુમલો થયો છે. તેમના પર કોઈએ છરી વડે હુમલો કર્યો છે. હાલમાં તેમને ગંભીર હાલતમાં ગજવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમને ત્યાંથી હૈદરાબાદ ટ્રાન્સફર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ બીઆરએસના કાર્યકરોએ હુમલાખોરને પકડી લીધો હતો અને તેને માર માર્યો હતો અને પછી તેને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ હુમલો કરનાર વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. BRS સાંસદ પ્રભાકર રેડ્ડી પણ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર છે.
આ ઘટના દૌલતાબાદ ડિવિઝનના સુરમપલ્લી ગામમાં બની હતી. BRS પાર્ટીના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી તેમના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન અહીં ગયા હતા. અહીં એક અજાણ્યા હુમલાખોરે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. તેઓ કંઈ સમજે તે પહેલા ભીડમાંથી બહાર આવેલા યુવકે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કોઠા પ્રભાકર બીઆરએસ વતી ડબકાથી ચૂંટણી લડી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને