
હૈદરાબાદ : મહારાષ્ટ્રની મીરા- ભાયંદર પોલીસે ડ્રગ્સની દાણચોરી કેસમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે. તેલંગાણામાં એક મોટી ડ્રગ્સ ફેક્ટરીને ઝડપી છે. આ ફેક્ટરીમાંથી પોલીસે લગભગ 32 હજાર લિટર એમડી ડ્રગ્સ બનાવવાનો સામાન જપ્ત કર્યો છે.
જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 12 હજાર કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવ્યું છે. પોલીસે આ કેસમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે.
200 ગ્રામ એમડી ડ્રગ્સની તપાસથી સમગ્ર રેકેટ ઝડપાયું
આ કેસની વિગત મુજબ સમગ્ર રેકેટ મહારાષ્ટ્રની મીરા- ભાયંદર પોલીસે જપ્ત કરેલા 200 ગ્રામ એમડી ડ્રગ્સથી તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. જેની કિંમત 25 લાખ રૂપિયા હતી. પોલીસે આ કેસની તપાસ કરતા કરતા એમડી ડ્રગ્સ નિર્માણ કરતી ફેક્ટરી સુધી પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સના કારોબારનો દેશ -વિદેશના નેટવર્ક પણ પર્દાફાશ થયો છે. તેમજ ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને કેમિકલને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મુંબઈ પોલીસે 400 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે જુલાઈ 2025માં મુંબઈ પોલીસે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી હતી. મુંબઈ પોલીસે 400 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ દરમિયાન મુંબઈ પોલીસે ડ્રગ્સના કેસમાં કર્ણાટકના મૈસુરમાં પણ દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચો…દિલ્હી પોલીસે પાંચ કરોડનું ડ્રગ્સ કર્યું જપ્તઃ 2 માસ્ટરમાઈન્ડ પકડાયાં