loksabha સંગ્રામ 2024નેશનલ

તેલંગાણામાં પ્રચાર શમ્યો, પાંચ રાજ્યના ઉમેદવારોના ભાવીનો નિર્ણય થશે રવિવારે

હૈદરાબાદ: તેલંગાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર મંગળવારે શમી ગયો હતો. રાજ્યની 119 બેઠકો માટે ગુરુવારે મતદાન થનાર છે. રાજ્યના ત્રણ કરોડ 26 લાખ મતદારો કોની તરફેણમાં નિર્ણય આપશે તેની તરફ બધાનું ધ્યાન છે. તેલંગાણા સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ આ ચાર રાજ્યમાં થયેલ ચૂંટણી માટે મતગણતરી રવિવાર 3 ડિસેમ્બરના રોજ થનાર છે.


તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતી તમામ 119 બેઠકો અને ભાજપ 111 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ભાજપે જનસેના આ મિત્ર પક્ષ માટે 8 બેઠકો છોડી છે. કોંગ્રેસ 118 બેઠકો પર લડી રહી છે. તેમણે એક બેઠક ડાબેરીઓ માટે છોડી છે. એઆઇએમઆઇએમે નવ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. સતત ત્રીજીવાર સત્તામાં રહેવા માટે બીઆરએસનો પ્રયાસ હોવા છતાં ફાઇનલ ડિસીજન તો જનતાના હાથમાં જ છે.


તેલંગાણાની વાત કરીએ તો આખા રાજ્યમાં 2,290 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બીઆરએસના સર્વેસર્વા અને મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવ ગજવાલ અને કામારેડ્ડી આ બે મતદારસંઘમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. તેલંગાણામાં ચૂંટણી જાહેર થઇ ત્યારથી અત્યાર સુધી 737 કરોડની રોકડ, નશાયુક્ત પદાર્થો, દારુ અને મતદારોને લલચાવવા માટે વિતરીત કરવામાં આવનાર વસ્તુ જપ્ત કરવામાં આવી છે.


ત્યારે હવે આ પાંચ રાજ્યોના ઉમેદવારોનું ભાવિ રવિવારે નક્કી થશે. આ પાંચ રાજ્યોમાં ભાજપની સત્તા આવશે કે લોકો અન્ય પક્ષો પર વિશ્વાસ વ્યક્ત કરશે એ તો રવિવારનો દિવસ જ નક્કી કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button