ટોપ ન્યૂઝનેશનલ

તેજ પ્રતાપ યાદવે તોડ્યું મૌન, જાણો એક્સ પર પોસ્ટ કરીને શું કહ્યું…

પટના: છેલ્લા ઘણાં સમયથી તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav) વિવાદોમાં ફસાયેલ છે. હવે તેજ પ્રતાપ યાદવે પોતાનું મૌન તોડ્યું અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પિતા લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) અને માતા રાબડી દેવી માટે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. તેજ પ્રતાપ યાદવને ફરી પોતાના માતા-પિતા પ્રત્યે પ્રેમ જાગ્યો છે. આ પોસ્ટ કરતા તેજ પ્રતાપે માતા-પિતાને પોતાની આખી દુનિયા ગણાવી છે.

તમારો આદેશ મારા માટે ભગવાન કરતાં પણ મોટો છેઃ તેજ પ્રતાપ
એક્સ પર પોસ્ટ કરતા તેજ પ્રતાપ યાદવે લખ્યું કે, ‘મારા પ્રિય મમ્મી પપ્પા…. મારી આખી દુનિયા ફક્ત તમારા બેમાં જ સમાયેલી છે. તમે અને તમારા દ્વારા આપવામાં આવેલ કોઈપણ આદેશ મારા માટે ભગવાન કરતાં પણ મોટો છે. જો તમે ત્યાં છો તો મારી પાસે બધું જ છે. મને ફક્ત તમારા વિશ્વાસ અને પ્રેમની જરૂર છે, બીજું કંઈ નહીં. પપ્પા, જો તમે ત્યાં ન હોત તો ન તો આ પાર્ટી હોત અને ન તો જયચંદ જેવા કેટલાક લોભી લોકો જે મારી સાથે રાજકારણ કરે છે. બસ મમ્મી અને પપ્પા, તમે બંને હંમેશા સ્વસ્થ અને ખુશ રહો’

શું તેજ પ્રતાપ યાદવે 3 લગ્ન કર્યાં છે?
તેજ પ્રતાપ યાદવને લઈને છેલ્લા ઘણાં સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, તેજ પ્રતાપ યાદવે 3 લગ્ન કર્યાં છે. પહેલા લગ્ન એશ્વર્યા રાય સાથે કર્યાં હતાં. આ લગ્નના 6 મહિના બાદ જ બન્ને વચ્ચે વિવાદ શરૂ થયા છે અને વાત છે કે છુટાછેડા સુધી પહોંચી જાય છે. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. તેજ પ્રતાપે બીજા લગ્ન અનુષ્કા યાદવ સાથે કર્યાં હોવાનું ચર્ચાય છે. આ એ જ અનુષ્કા યાદવ છે તેની તેજ પ્રતાપ સાથે તસવીરો વાયરલ થઈ છે અને તેજ પ્રતાપે કહ્યું હતું કે, અમે બન્ને 12 વર્ષથી સાથે છીએ.

લાલુ પ્રસાદે તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી કાઢી મૂક્યો
આ તસવીરો વાયરલ થતા લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી કાઢી મૂક્યો છે. અત્યારે આ વિવાદ વધારે આગળ વધી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે તેજ પ્રતાપ યાદવે નિશુ સિન્હા સાથે ત્રીજા લગ્ન કર્યાં હતા. એટલું જ નહીં પરંતુ તેજ પ્રતાપ યાદવ નિશુ સાથે વિદેશ ફરવા ગયા હોવાનું પણ ચર્ચાય છે. હવે તેજ પ્રતાપ પરિવાર અને પત્નિ દરેક સાથે નાતો તૂટતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, લાલુ પ્રસાદ યાદવે તો તેજ પ્રતાપને પાર્ટી અને પરિવાર બન્નેમાંથી કાઢી મુક્યો છે. હવે ત્રણ લગ્ન કર્યાં હોવાથી કોની સાથે રહેશે તે પણ એક પ્રશ્ન બની ગયો છે.

આપણ વાંચો : ‘આખો પરિવાર ઢોંગ કરી રહ્યો છે!’ લાલુ પરિવાર પર તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યાના ગંભીર આરોપ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button