મમ્મી-પપ્પા પછી ભાઈ તેજસ્વી માટે તેજ પ્રતાપે લખી નવી પોસ્ટ, દરેક જગ્યાએ જયચંદ છે…

પટણા: હાલ વિવાદોમાં ઘેરાયેલા તેજ પ્રતાપ યાદવ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે ફરી એકવાર ભાવુક પોસ્ટ કરીને રાજકીય વર્તુળોમાં હડકંપ મચાવ્યો છે. ઘર અને પરિવાર બંનેથી અલગ થયા બાદ તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર બે પોસ્ટ કરીને મારા અર્જુનથી મને અલગ કરવાનું સપનું દેખનારાઓ, તમારી ચાલ ક્યારેય સફળ નહિ થાય.
મારે ફક્ત તમારો વિશ્વાસ અને પ્રેમ જોઈએ છે
તેજ પ્રતાપે રવિવારે ટ્વીટર પર એક પછી એક બે પોસ્ટ કરી હતી. પહેલી પોસ્ટ તેમણે પિતા લાલુ અને માતા રાબડીદેવીને સંબોધીને કરી હતી. જેમાં તેમણે લખ્યું કે મારી આખી દુનિયા ફક્ત તમારા બેમાં જ સમાયેલી છે. તમે ભગવાનથી પણ મોટા છો અને તમારો આપેલો કોઈપણ આદેશ. તમે છો તો મારી પાસે બધું જ છે. મારે ફક્ત તમારો વિશ્વાસ અને પ્રેમ જોઈએ છે, બીજું કંઈ નહીં. પપ્પા તમે ન હોત તો ન આ પાર્ટી હોત અને ન મારી સાથે રાજનીતિ કરનારા કેટલાક જયચંદ જેવા લાલચુ લોકો. બસ મમ્મી પપ્પા તમે બંને હંમેશા સ્વસ્થ અને ખુશ રહો.
આ પણ વાંચો: તેજ પ્રતાપની હકાલપટ્ટી પછી તેજસ્વી યાદવે આપ્યું મોટું નિવેદન, પરિવાર સામે કરશે બળવો?
તમે કૃષ્ણની સેના લઈ શકો છો, પરંતુ ખુદ કૃષ્ણને નહીં
બીજી પોસ્ટ તેમના ભાઈને સંબોધીને લખી છે, જેમાં તેમણે કહ્યું, “મારા અર્જુનથી મને અલગ કરવાનું સપનું જોનારાઓ, તમે ક્યારેય તમારી સાજિશોમાં સફળ નહીં થઈ શકો. તમે કૃષ્ણની સેના લઈ શકો છો, પરંતુ ખુદ કૃષ્ણને નહીં. હું દરેક કાવતરાને જલ્દી જ ખુલ્લા પાડીશ. બસ મારા ભાઈ, વિશ્વાસ રાખજે, હું દરેક પરિસ્થિતિમાં તારી સાથે છું. હાલમાં દૂર છું, પરંતુ મારા આશીર્વાદ હંમેશા તારી સાથે હતા અને રહેશે. મારા ભાઈ, મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે. જયચંદ દરેક જગ્યાએ છે, અંદર પણ અને બહાર પણ.
ભાવુક નિવેદનોથી બિહારના રાજકારણમાં ગરમાવો
ઉલ્લેખનીય છે કે તેજ પ્રતાપના આ ભાવુક નિવેદનોથી બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આરજેડીના આંતરિક કલહ ફરી એકવાર સપાટી પર આવી ગયો છે. હવે જોવું રહ્યું કે તેજ પ્રતાપ કોને ‘જયચંદ’ કહી રહ્યા છે અને કઈ ષડયંત્રની વાત કરી રહ્યા છે.