રીલ બનાવતાં બનાવતાં કિશોર અચાનક રેલવે ટ્રેક પર જઈને સૂઈ ગયો અને પછી જે થયું એ…
આજકાલ જેને જુઓ એને સોશિયલ મીડિયા પર રીલ્સ પોસ્ટ કરીને વાઈરલ તેમ જ ફેમસ થવું છે. ફેમસ થવાની આ ઘેલછામાં ઘણી વખત તો લોકો પોતાની જાનની પરવાહ પણ નથી કરતાં. આજે અમે અહીં તમારા માટે આવી જ એક વાઈરલ રીલની વાત લઈને આવ્યા છીએ. રીલ્સ પર વ્યુ અને લાઈક મેળવવા માટે 15 વર્ષના કિશોરે એટલું જીવલેણ પગલું ભર્યું હતું કે કોઈ એને કોપી કરવાનું તો દૂર પણ એના વિશે સપનામાં પણ નહીં વિચારે. આ વીડિયો વાઈરલ થતાં જ નેટિઝન્સ આવા ગાંડપણ માટે કિશોર સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો જોઈને તમારા હાથ-પગ પણ પાણી પાણી થઈ શકે છે. 15 વર્ષનો આ કિશોર રેલવે ટ્રેક પાસે ઊભો છે અને અચાનક જ તે રેલવે ટ્રેકની વચ્ચે જઈને સૂઈ જાય છે. અહીંયા સુધી તમને બધું નોર્મલ લાગશે. પણ હવે કહાની ટ્વીસ્ટ આવે છે. જેવો કિશોર ટ્રેકમાં સૂઈ જાય છે અને અચાનક એક ટ્રેન ફૂલ સ્પીડમાં તેની ઉપરથી પસાર થઈ જાય છે. ટ્રેન પસાર થાય ત્યાં સુધી કિશોર ટ્રેક જ શાંતિથી સૂઈ રહે છે અને એનો પાર્ટનર આ આખી ઘટના કેમેરામાં કેદ કરે છે.
Also read: Instragram પર રિવોલ્વર સાથે રીલ બનાવવી ભુજના યુવકને ભારે પડી, પોલીસે કરી આ કાર્યવાહી
આ વીડિયો જેવો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો કે લોકોની વચ્ચે સનસની ફેલાઈ ગઈ. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે એની તો ચોક્કસ માહિતી નથી મળી શકી, પણ લોકોનું એવું કહેવું છે કે આ વીડિયો બિહારનો છે. આ રીતે જીવ જોખમમાં નાખીને વીડિયો બનાવતો જોઈને નેટિઝન્સ રોષે ભરાયા હતા. જોકે, કેટલાક લોકો આ વીડિયોને જિગરનું કામ ગણાવીને બિહારીઓની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. જોકે, આવા સ્ટન્ટ જરાય સુરક્ષિત નથી.
વીડિયોને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે અને લોકોએ આ વીડિયોને જોઈને તેના પર લાઈક્સ અને કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે લાગે છે કે આ ભાઈ દરરોજ યમરાજ સાથે નાસ્કો કરે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે એક બિહારી, સૌ પે ભારી. આવું કામ તો એક બિહારી જ કરી શકે છે.