નેશનલ

Team Modiમાં હજુ વિસ્તરશે? જાણો શું છે નિયમ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના ત્રીજા કાર્યકાળમાં 72 સભ્યોના પ્રધાન મંડળે રવિવારે શપથ લીધા હતા. આટલી લાંબી ટીમ હોવા છતાં હજુ પ્રધાનો ઉમેરાય તેવી સંભાવના છે. એનડીએનું જેટલું સંખ્યાબળ છે, તે પ્રમાણે 81 પ્રધાન ટીમમાં હોઈ શકે. એટલે કે હજુ ટીમ એનડીએમાં 9 પ્રધાન ઉમેરી શકાય છે. અગાઉ, 2019 થી 2024 સુધીની મોદીની પાછલી સરકારના પ્રધાનમંડળમાં 78 પ્રધાન હતા.

વર્તમાન પ્રધાનમંડળની સંખ્યા આના કરતા છ ઓછી છે. મોદીની પાછલી સરકારમાં કેબિનેટ વિસ્તરણ બાદ 2021માં સભ્યોની સંખ્યા વધીને 78 થઈ ગઈ હતી, પરંતુ નવા પ્રધાનમંડળમાં શપથ લેતા પહેલા સરકારમાં મંત્રીઓની સંખ્યા 72 થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારમાં તેના ત્રીજા કાર્યકાળમાં વડાપ્રધાન મોદી સહિત 31 કેબિનેટ મંત્રીઓ છે.

આ સિવાય રાજ્યના પાંચ પ્રધાનો (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય પ્રધાનો છે. અગાઉની મોદીની આગેવાની હેઠળની સરકારમાં 26 કેબિનેટ પ્રધાનો, ત્રણ રાજ્ય પ્રધાનો (સ્વતંત્ર હવાલો) અને 42 રાજ્ય પ્રધાનોનો સમાવેશ થતો હતો. જુલાઈ 2021માં જ્યારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે તેમાં 30 કેબિનેટ મંત્રીઓ, 2 રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને 45 રાજ્ય મંત્રીઓ સહિત મહત્તમ 78 મંત્રીઓ હતા.

આ પણ વાંચો : Modi 3.0 :નરેન્દ્ર મોદી સાથે 30 સાંસદો લઇ શકે છે મંત્રીપદના શપથ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર

હાલની સરકારમાં સભ્યોની મહત્તમ સંખ્યા 81 છે, જે લોકસભાના કુલ 543 સભ્યોની સંખ્યાના 15 ટકા છે. આ 81 સભ્યોમાં વડાપ્રધાન પણ સામેલ છે. મે 2019 માં, 57 પ્રધાનોએ શપથ લીધા, જેમાં 24 કેબિનેટ પ્રધાનો, નવ રાજ્ય પ્રધાનો (સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્ય પ્રધાનોનો સમાવેશ થાય છે.

મે 2009માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારમાં વડાપ્રધાન સહિત મંત્રીઓની મહત્તમ સંખ્યા 79 હતી. યુપીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ, મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારમાં મંત્રીઓની મહત્તમ સંખ્યા 79 હતી. 1999માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકારમાં 74 મંત્રીઓ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button