ચોથી ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાનો ૨૦ રનથી પરાજય ટીમ ઇન્ડિયાએ જીતી ૩-૧થી સીરિઝ | મુંબઈ સમાચાર
નેશનલ

ચોથી ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાનો ૨૦ રનથી પરાજય ટીમ ઇન્ડિયાએ જીતી ૩-૧થી સીરિઝ

રાયપુર: ટી-૨૦ સીરિઝની ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૨૦ રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ૩-૧થી અજેય સરસાઈ મેળવી લીધી હતી. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સાત વિકેટે ૧૫૪ રન જ બનાવી શક્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૧૭૪ રન કર્યા હતા. જેના જવાબમાં કાંગારૂ ટીમ ૧૫૪ રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચની સાથે જ શ્રેણી પણ ગુમાવી દીધી હતી.

ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી અને માત્ર ત્રણ ઓવરમાં ૪૦ રન કરી લીધા હતા. ટ્રેવિસ હેડે દીપક ચહરની એક ઓવરમાં ૨૨ રન ફટકાર્યા હતા. ભારતને પ્રથમ સફળતા રવિ બિશ્નોઈએ અપાવી હતી જેણે જોશ ફિલિપને બોલ્ડ કર્યો હતો. આ પછી અક્ષર પટેલે વેડ, હાર્ડી અને મેકડર્મોટને પેવેલિયનમાં મોકલીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દીધું હતું. મેથ્યુ શોર્ટ ૧૯ બોલમાં ૨૨ રન કરી શક્યો હતો. મેથ્યુ વેડે ૩૬ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સૌથી વધુ અક્ષર પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button