દારૂની બોટલ પરથી ટેક્સ દુર કરાય તો થાય આટલી સસ્તી, જાણો સરકાર કેટલો ટેક્સ વસુલે છે ?

નવી દિલ્હી : દેશના મોટા ભાગના રાજ્યોની આવકમાં દારૂ પર ટેક્સની આવક મહેસુલી આવકનો મોટો સ્ત્રોત છે. રાજ્ય સરકાર પેટ્રોલ -ડીઝલની જેમ દારુ પર પણ કર લાદે છે. આ કરમાંથી થતી આવક રાજ્ય વિકાસ કાર્યો માટે ઉપયોગ કરે છે. તેમજ દરેક રાજ્યમાં દારુની બોટલ પર લાદવામાં આવતો ટેક્સ અલગ અલગ હોય છે. તેમજ જો સરકાર આ કર દુર કરી નાંખે તો દારૂની બોટલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. તો આવો આપણે સમજીએ આ સમગ્ર ગણિત
દારૂની કિંમત પર 70 ટકા સુધી ટેક્સ
દેશમાં રાજ્ય સરકાર પોલિસી અનુસાર એક્સાઇઝ વેટ અને અન્ય ડ્યુટી લાદે છે. જે ઘણા રાજ્યોમાં દારૂની કિંમતના 60 થી 80 ટકા સુધીની છે. જો આપણે તેને સમજીએ તો, દિલ્હીમાં દારુની બોટલની કિંમતના લગભગ 65 થી 70 ટકા ટેક્સ છે. જ્યારે કર્ણાટક અને તમિલનાડુમાં ટેક્સ 70 ટકા થી વધુ છે. ઉત્તર પ્રદેશમાં પણ, દારૂ પર કુલ ટેક્સ 60 ટકા ની આસપાસ છે.
દારૂની બોટલની ફેક્ટરી કિંમત 200 રૂપિયા
દારૂની બોટલની ફેક્ટરી કિંમત 200 રૂપિયા છે. રાજ્ય સરકાર તેના પર અલગ અલગ ટેક્સ લાદે છે.જો કર દર સરેરાશ 70 ટકા હોય તો બોટલની કિંમત 200 રૂપિયા, એક્સાઇઝ ડ્યુટી અને અન્ય કર 70 ટકા એટલે કે 140 રૂપિયા ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલ માર્જિન 60 રૂપિયા અને તેની આખરી 400 રૂપિયા નક્કી થાય છે.
સરકારને 140 રૂપિયા નફો મળે
આમ જોઈએ તો દારૂની 400 રૂપિયાની બોટલ પર સરકારને 140 રૂપિયા નફો મળે છે. બીજી બાજુ, જો કોઈ કર ના હોય તો દારૂની 400 રૂપિયાની બોટલની વાસ્તવિક કિંમત રૂપિયા 250ની આસપાસ જ રહે. એટલે કે ગ્રાહક અડધા ભાવે દારૂ ખરીદી શકશે.
દારૂના કરમાંથી રાજ્યોને 2.4 લાખ કરોડ રૂપિયાની કમાણી
જોકે, રાજ્ય સરકારો માટે આ કર દુર કરવો શક્ય નથી. કારણ કે અનેક રાજ્યોની મહેસુલી આવકનો મોટા ભાગનો હિસ્સો દારૂના કરમાંથી આવે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2022-23માં રાજ્યોએ ફક્ત દારૂના કરમાંથી લગભગ 2.4 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આ પણ વાંચો…દારૂ છુપાવવાનો અનોખો કીમિયો: અમદાવાદમાં ટોઇલેટના કમોડની નીચેથી મળી દારૂની 792 બોટલો!