DY. CM બનવાની અફવા વચ્ચે આવ્યુંઉદયાનિધિ સ્ટાલિનનું નિવેદન, કહ્યું કે…..

તમિલનાડુના નાયબ મુખ્ય પ્રધાનના પદ પર આવવાની અફવાઓ ડીએમકે યુવા પાંખના સચિવ ઉધયનિધિએ સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે તેમની પાર્ટીના નેતાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે અમારી સરકારમાં તમામ મંત્રીઓ નાયબ મુખ્ય પ્રધાન છે.
તામિલનાડુના વર્તમાન મુખ્ય પ્રધાન સ્ટાલિનની તબિયત ઠીક નથી, જેને કારણે છેલ્લા કેટલાક દિવસોથી, તમિલનાડુના પ્રધાન ઉધયનિધિ સ્ટાલિનના કે જેઓ ડીએમકે યુથ વિંગના સચિવ પણ છે, નાયબ મુખ્ય પ્રધાનના પદ પર પ્રમોશનની અટકળો ચાલી રહી છે. આ મુદ્દે વાત કરતા ઉધયાનિધિએ શનિવારે જણાવ્યું હતું કે અમારા સીએમ અને પાર્ટી અધ્યક્ષને મદદ કરવા માટે મને ચાર્જ લેવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, પણ મારા મતે યુથ વિંગ સેક્રેટરીનું પદ મારું પ્રિય પદ છે.
આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનું ગઠબંધન ફરીથી જીતવાનો દાવો કરતા તેમણે કહ્યું હતું કે આપણે સાથે મળીને કામ કરવાનું છે, અગાઉની ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ જીતવાની છે. આપણા મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનને ફરીથી તામિલનાડુના મુખ્ય પ્રધાન બનાવવાના છે.
તેમણે યુવા પાંખના કાર્યકરોને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાની વિનંતી કરતા જણાવ્યું હતું કે તેમણે સવારે અને સાંજે 10 મિનિટ આ માટે ફાળવવી જોઇએ. દરેક ઘરમાંથી એક એક કેડરનો તેમની પાર્ટીમાં સમાવેશ કરવા માટે કામ કરવાનો યુવા પાંખના કાર્યકરોને તેમણે અનુરોધ કર્યો હતો.