નેશનલ

તમિલનાડુના ક્રિષ્નાગિરીમાં Tata ની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ…

ક્રિષ્નાગિરી: તમિલનાડુના ક્રિષ્નાગિરી જિલ્લામાં સ્થિત ટાટા કંપનીની(Tata)માલિકીની સેલફોન સ્પેરપાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે. આ ફેક્ટરી હોસુર નજીક થિમ્જેપલ્લી પંચાયત હેઠળના કુથનપલ્લી ગામમાં છે. આ ફેક્ટરીમાં સેલ ફોનના સ્પેરપાર્ટ્સ બનાવવામાં આવે છે. ફેક્ટરીમાં 20 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ટાટા ઈન્ડસ્ટ્રીયલ રોડ પર સ્થિત કેમિકલ એનો પ્લાન્ટમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગના કારણે ફેક્ટરીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. જેમાં દૂરથી જ ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે. આગ લાગ્યા બાદ શરૂઆતમાં કર્મચારીઓએ ફેક્ટરીમાં હાજર ફાયર ફાયટર સાધનોથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો ત્યારે રાયકોટ્ટાઈ અને ઢેંકનીકોટ્ટાઈ વિસ્તારમાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ગાડીઓ હજુ પણ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.

કોઈ જાનહાનિના અહેવાલ નથી

આ આગની ઘટનામાં ત્યાં કામ કરતા કર્મચારીઓ સહિત કોઈને ઈજા થઈ નથી. આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ રાયકોટ્ટાઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ આ મામલે તપાસ કરી રહી છે. કેમિકલ યુનિટમાં આગ લાગી હોવાથી આગમાં કેટલો કીમતી સામાન બળી ગયો અને કેટલું નુકસાન થયું તેની તપાસ કરવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button