નેશનલ

તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, છ લોકોના મોત

શિવાકાશી : તમિલનાડુના શિવાકાશીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે 5 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ બચાવ કામગીરીમાં રોકાયેલા લોકોએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે

આ ઘાયલોને સારવાર માટે વિરુધુનગરી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે અને કાટમાળ દૂર કરવાનું કામ ચાલુ છે. જેથી ખાતરી કરી શકાય કે અન્ય કોઈ કર્મચારી કાટમાળમાં ફસાયો નથી.

વિસ્ફોટનો અવાજ એક કિલોમીટરથી વધુ દૂર સુધી સંભળાયો

પ્રારંભિક માહિતી અનુસાર, જ્યારે કામદારો ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં રસાયણો સાથે કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટનો અવાજ એક કિલોમીટરથી વધુ દૂર સુધી સંભળાયો હતો અને ફેક્ટરીમાંથી ભારે માત્રામાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો…સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકની સ્કૂલમાં વિસ્ફોટ: વિદ્યાર્થીઓ સહિત 29 લોકોનાં મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button