લે બોલો! નેતાને ટિકિટ ના મળી તો ઝેર ગટગટાવ્યું, બાદમાં હાર્ટ ફેલ થતાં થયું મૃત્યુ
નવી દિલ્હી: તમિલનાડુના સાંસદ એ. ગણેશમૂર્તિનું (Tamil Nadu MP A. Ganeshmurthy) ગુરુવારે હૃદયરોગના હુમલાથી (heart attack) અવસાન થયું હતું. રિપોર્ટ્સનું માનીએ તો બે દિવસ પહેલા ઈરોડના લોકસભા સાંસદ ગણેશમૂર્તિએ MDMK તરફથી ટિકિટ ન મળતાં ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત નાજુક બની હતી.
અહેવાલો અનુસાર, ગણેશમૂર્તિએ અગાઉ કોઈને તેના ઝેર ખાવા વિશે જણાવ્યું ન હતું. જો કે, તેના પરિવારે તેને અસ્વસ્થતા અને ઉલ્ટીની ફરિયાદ કરતાં તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ પછી ગણેશમૂર્તિએ તેના પરિવારને ઝેર (જંતુનાશક) ખાવાની જાણ કરી.
અહેવાલો અનુસાર, ગણેશમૂર્તિએ ઝેર ખાવાની વાત કોઈને કહી ન હતી. જો કે, ઉલ્ટી અને સમસ્યા વધવાને કારણે તેના પરિવારે તેને હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. ત્યાર બાદ પોતે ઝેર પી લેવાનું પરિવારને જણાવ્યુ હતું.
ઈરોડના સાંસદની તબિયત બગડતી જોઈને ડોક્ટરોએ તેમને ICUમાં રાખ્યા હતા. જોકે બાદમાં તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. બાદમાં તેને કોઈમ્બતુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બે દિવસ સુધી મૃત્યુ સાથે લડ્યા બાદ ગણેશમૂર્તિના શ્વાસ થંભી ગયા.
આ ઘટના બાદ MDMK ચીફ વાઈકો ખાનગી હોસ્પિટલમાં ગયા અને ગણેશમૂર્તિની તબિયત વિશે પૂછપરછ કરી. પછી તેણે આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે તેણે આવું શા માટે કર્યું તેની અમારી પાસે ભાગ્યે જ કોઈ કારણ છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તે બેભાન હતા અને તેથી અમને તેનું કારણ ખબર નથી.