
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સીમાંકન અને ત્રણ ભાષાના મુદ્દે સતત સંઘર્ષમાં રહેતી તમિલનાડુ(Tamil Nadu)સરકારે વધુ એક પગલું ભર્યું છે. જેમાં એમ.કે. સ્ટાલિન સરકારે હવે રાજ્યના બજેટના લોગોમાં પ્રતિક બદલ્યું છે. જેમાં તમિલનાડુ સરકાર 14 માર્ચ અને શુક્રવારના રોજ રાજ્યનું બજેટ રજૂ કરવા જઇ રહી છે. આ બજેટ અંગે તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન એકસ પર એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં, બજેટ લોગોમાં રૂપિયાના સત્તાવાર પ્રતીક ₹ ને બદલે, તમિલ પ્રતીક ரூ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા સીએમ એમકે સ્ટાલિને તમિલમાં લખ્યું – “સમાજના તમામ વર્ગોના લાભ માટે તમિલનાડુના વ્યાપક વિકાસની ખાતરી કરવી.”
Also read : હિન્દી ભાષાનાં વિરોધ મુદ્દે સ્ટાલિનને અમિત શાહે બતાવ્યો આયનોઃ કહ્યું પહેલા આ કરો….
તમિલનાડુ સરકાર દ્વારા સત્તાવાર નિવેદન નહિ
જોકે, હાલમાં તમિલનાડુ સરકાર દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી કે પ્રતીક બદલવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એમકે સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, સીમાંકન અને ત્રણ ભાષાના સૂત્ર જેવા અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહી છે. ડીએમકેનો આરોપ છે કે કેન્દ્ર સરકાર તમિલનાડુ પર હિન્દી લાદવાનો પ્રયાસ કરી રહી છે.