નેશનલ

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટઃ આઠ મજૂરનાં મોત

શિવકાશી: તમિલનાડુના શિવકાશીમાં આજે એક ફટાકડા ફેકટરીમાં થ્યેલા વિસ્ફોટમાં પાંચ મહિલાઓ સહિત 8 મજૂરના મોત નિપજ્યાં હતા, જ્યારે બીજા ત્રણ ઘાયલ છે. આ ઘટના ભારતના ફટાકડાના ઉદ્યોગ જાણીતા શિવકાશી શહેરમાં ઘટી હતી. અહીંના વિરુધુનગર જિલ્લામાં શિવકાશી પાસે સેંગામાલાપટ્ટીમાં આવેલી એક ખાનગી ફટાકડા ફેકટરીમાં આગ લાગી ગઈ.

પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોચી બચાવ અભિયાન શરૂ કરવા ઘટનાસ્થળે પહોચી ઘાયલોને સરકારી દવાખાને પહોંચાડયા હતા. એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે ઘાયલોમાં એકની હાલત ગંભીર છે આગા લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સૂત્રો કહે છે તેમ વિસ્ફોટ સમયે ફટાકડા ફેકટરીમાં લગભગ 10 જેટલા કર્મચારી હતા. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં વિરુધુ નગર જિલ્લામાં એક ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ થવાના કારણે 4 મહિલા સહિત 10 લોકોના મોત થયા હતા. વડા પ્રધાન મોદીએ, એ વખતે આ થયેલા મૃત્યુ પર શોક સંવેદના વ્યક્ત કર્યા હતા. દરેક મૃતકને પરિજનોને PMNRF માથી 2 લાખ રૂપિયાની સહાયતા રાશિ આપવાની જાહેરાત પણ કરાઇ હતી.

તામિલનાડુના મુખ્યપ્રધાન સ્ટાલીને આ દુર્ઘટ્ના પર શોક પ્રદર્શિત કરતાં જિલ્લા અધિકારીઓને સૂચના આપી કે, ઘાયલોને જરૂરી સારવાર અને સાર-સંભાળ કરી તેઓની જિંદગી બચાવવી. પોલીસે જણાવ્યુ કે,સાત જેટલા રૂમમાં ફટાકડાઓ ભરી રાખવામા આવ્યા હતા. જે તમામ બળી ગયા.

આ ફટાકડા ફેકટરી પાસે લાયસન્સ પણ છે. મુખ્ય પ્રધાન સ્ટાલિને વિસ્ફોટમાં પાંચ મહિલા અને ત્રણ પુરુષોના મોત પર દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, દુર્ઘટ્નાની માહિતી મળતાં જ તેઓએ જિલ્લા કલેકટરને તુરંત જ બચાવ અભિયાન શરૂ કરવા સૂચનાઓ આપી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button