નેશનલ

ભાષાકીય જુલમ કરવાની હિંમત કઈ રીતે કરીઃ સ્ટાલિને LIC પ્રત્યે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી: તમિલનાડુમાં રાષ્ટ્રીય ભાષા ‘હિન્દી’ને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. તમિલનાડુના મુખ્યમંત્રી અને DMK નેતા એમકે સ્ટાલિને આજે સરકારી વીમા કંપની લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ની વેબસાઇટ પર ભાષાકીય ફેરફાર અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને તેને ‘હિન્દી થોપવાનું પ્રચાર સાધન’ ગણાવ્યું હતું. એની સાથે સ્ટાલિને જાહેર ક્ષેત્રની કંપની LICને આ ફેરફાર તાત્કાલિક પાછો ખેંચી લેવા જણાવ્યું હતું. આ ફેરફારને તેમણે ‘ભાષાકીય અત્યાચાર’ પણ ગણાવ્યો હતો.

LICની વેબસાઈટ હિન્દી થોપવાનું પ્રચાર માધ્યમ
મુખ્ય પ્રધાન સ્ટાલિને તેમના ટ્વીટર હેન્ડલ પર એલઆઈસીના હિન્દી વેબપેજનો ‘સ્ક્રીનશોટ’ શેર કરીને તેમણે લખ્યું હતું કે ‘એલઆઈસીની વેબસાઈટ હિન્દી થોપવાનું પ્રચાર માધ્યમ બની ગઈ છે. અંગ્રેજી વિષય પસંદ કરવાનો વિકલ્પ પણ હિન્દીમાં પ્રદર્શિત થાય છે.

આ પણ વાંચો : DY. CM બનવાની અફવા વચ્ચે આવ્યુંઉદયાનિધિ સ્ટાલિનનું નિવેદન, કહ્યું કે…..

તેમણે આગળ લખ્યું હતું કે આ સાંસ્કૃતિક અને ભાષાકીય જુલમ લાદવા સિવાય બીજું કંઈ નથી, જે ભારતની વિવિધતાને કચડી રહ્યું છે. LIC તમામ ભારતીયોના સમર્થનથી વિકસ્યું છે. તે તેના મોટા ભાગના યોગદાનકર્તાઓને વિશ્વાસઘાત કરવાની હિંમત કઈ રીતે કરી? અમે આ ભાષાકીય અત્યાચારને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરીએ છીએ.” સ્ટાલિને આ પોસ્ટ હેશટેગ ‘Stop imposing Hindi’ સાથે લખી છે.

LIC હોય કે કેન્દ્ર સરકારે બંનેએ સમજવું જોઇએ
સ્ટાલિન ઉપરાંત, પટ્ટાલી મક્કલ કાચી (PMK)ના સ્થાપક ડૉ. એસ. રામદાસે પણ LICના આ પગલાનો વિરોધ કર્યો છે અને LICની વેબસાઇટના હોમ પેજને તાત્કાલિક અંગ્રેજીમાં બદલવાની માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર હોય કે LIC, તેઓએ સમજવું જોઈએ કે તેઓ તમામ લોકોના છે, નહીં કે હિન્દી ભાષીના.

હિન્દી કાર્યક્રમોને લઈને સ્ટાલિને લખ્યો પત્ર
જો કે આ કોઈ પહેલીવાર નથી બન્યું કે જ્યારે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન દ્વારા બિન-હિન્દી રાજ્યોમાં હિન્દી લાદવાનો આરોપ કરવામાં આવ્યો હોય. તાજેતરમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્ર સરકારના નિર્ણયો પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી, જેમાં બિન-હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દી આધારિત કાર્યક્રમોનું આયોજન કરવાની વાત કરવામાં આવી છે. તેમણે દલીલ કરી હતી કે આવા કાર્યક્રમો વિવિધ ભાષાકીય ઓળખ ધરાવતા વિસ્તારો વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button