તમિલનાડુના સીએમના આવાસ અને રાજભવનને બોમ્બથી ઉડાવાની ધમકી, ફોન કરનારની અટકાયત | મુંબઈ સમાચાર
નેશનલ

તમિલનાડુના સીએમના આવાસ અને રાજભવનને બોમ્બથી ઉડાવાની ધમકી, ફોન કરનારની અટકાયત

ચેન્નાઈ : તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના ચેન્નાઈ સ્થિત નિવાસ સ્થાન, રાજ ભવન અને દક્ષિણ ભારતીય અભિનેત્રી ત્રિશાના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં ચેન્નાઈના ટેયનમ્પેટ વિસ્તારમાં ત્રિશાના આવાસ પર બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેના કારણે પોલીસે સ્નિફર ડોગ્સ સાથે શોધખોળ હાથ ધરી હતી.

ફોન કરનારા ગણેશને કસ્ટડીમાં લેવામાં આવ્યો

આ ઉપરાંત તમિલનાડુના રાજભવનને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. જયારે તમિલનાડુના સીએમ સ્ટાલિનના ચેન્નાઈ સ્થિત આવાસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ પૂર્વે 15 ઓગસ્ટના રોજ ધ્વજવંદન સમારોહ પૂર્વે પણ બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી બાદ પોલીસ સર્તક બની છે. જયારે આ અંગે ફોન કરનારા ગણેશને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

જુલાઈ માસમાં પણ બોમ્બની ધમકી મળી

આ પૂર્વે જુલાઈ માસમાં પણ સીએમ સ્ટાલિનના ચેન્નાઈ સ્થિત આવાસને પણ બોમ્બની ધમકી મળી હતી. જેમાં જૂના કમિશનર કાર્યાલયના કંટ્રોલ રૂમને બોમ્બની ધમકીનો ફોન આવ્યો હતો. વિનોદ કુમાર તરીકે ઓળખાતા ફોન કરનારે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીના આવાસે બોમ્બ મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…ક્યારે અટકશે આ સિલસિલો! આજે ફરી 100 વિમાનોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button