નેશનલ

કર્ણાટકમાં વિવાદનું કારણ બની તમન્ના ભાટિયા! હકીકત જાણી તમે પણ ચોંકી જશો

બેંગલુરુ, કર્ણાટકઃ કર્ણાટકની સરકાર (Karnataka Government) અત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે. પરંતુ આ વખતે વિવાદનું કારણ કોઈ રાજકીય વ્યક્તિ નથી. કર્ણાટકની સરકાર વિવાદમાં આવી તેનું કારણ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) છે. જી હા, તમન્ના ભાટિયા મુદ્દે કર્ણાટકના લોકોએ સરકાર સામે લાલ આંખ કરી છે. મૂળ વાત એ છે કે, કર્ણાટક સરકારે તમન્ના ભાટિયાને મૈસુર સેન્ડલ સોપ (Mysore Sandal Soap) કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. મૈસુર સેન્ડલ સોપને પ્રચાર કરવા અને વ્યાપ વધારવા માટે સરકારે તમન્ના ભાટિયાની પસંદગી કરી છે, પરંતુ તે વિપક્ષ અને રાજ્યના લોકોને પસંદ આવ્યું નથી. જેથી આ વિવાદ શરૂ થયો છે.

મૈસુર સેન્ડલ સોપમાં તમન્ના કેમ વિવાદનું કારણ બની?

મહત્વની વાત એ છે કે, આ મુદ્દે લોકોએ અને વિપક્ષે પ્રધાન પાટિલ પર અનેક આક્ષેપો કર્યા છે અને રાજીનામું આપી દેવા માટે માંગણી પણ કરી છે. એટલું જ નહીં પરંતુ લોકો હવે સરકાર સામે ખુલ્લેઆમ વિરોધ પણ કરી રહ્યાં છે. લોકોનું કહ્યું છે કે, મૈસુર સેન્ડલ સોપને પ્રચાર કરવા માટે કોઈ સ્થાનિક અભિનેત્રીને શા માટે પસંદ કરવામા ના આવી? આ માટે સરકાર કોઈ અન્ય અભિનેત્રીને રૂપિયા આપી રહી છે? લોકોએ તો એવા પણ સવાલો કર્યાં છે કે, શું કર્ણાટકમાં કોઈ ફિલ્મ અભિનેત્રી છે જ નહીં? આવા અનેક સવાલો લોકો સોશિયલ મીડિયામાં સરકારને કરી રહ્યાં છે.

આપણ વાંચો:  સુપ્રીમ કોર્ટના આ ન્યાયાધીશે તોડી વર્ષો જૂની પરંપરા, નિવૃત્તિના દિવસે પણ 11 ચુકાદા આપ્યા…

રાજ્ય સરકારે કર્ણાટકના ગૌરવને ઠેસ પહોંચાડી છેઃ લોકો

આ મામલે લોકોનું માનવું છે કે, સરકારના આ નિર્ણયના કારણે કર્ણાટકના ગૌરવને ઠેસ પહોંચી છે, એટલું જ નહીં પરંતુ સ્થાનક લોકો (અભિનેતા/અભિનેત્રી)ની પ્રતિભાને અવગણવામાં આવી છે. કર્ણાટક સરકાર દ્વારા 22મી મેના રોજ તમન્ના ભાટિયાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેથી આનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તમન્ના ભાટિયા આગામી બે વર્ષ સુધી આ હેરિટેજ બ્રાન્ડનો પ્રચાર કરશે. આ પહેલા 2006માં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.

રાજ્યના ઉદ્યોગ પ્રધાન એમબી પાટીલે આ મામલે કેવી સ્પષ્ટતા કરી?

કર્ણાટક સરકારના ઉદ્યોગ પ્રધાન એમબી પાટીલ દ્વારા પણ તમન્ના વિવાદ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. ઉદ્યોગ પ્રધાન એમબી પાટીલે કહ્યું કે, તમન્નાની પસંદગી ફક્ત તેના ‘બ્રાન્ડ વેલ્યુ’ અને ‘વ્યાપક માન્યતા’ના આધારે કરવામાં આવી છે. જેથી યુવાનોમાં બ્રાન્ડની ઓળખ ફરીથી સ્થાપિત થઈ શકે. પરંતુ લોકોને સરકારનો આ નિર્ણય જરા પણ પસંદ આવ્યો નથી. જેથી આ વિવાદ અત્યારે વધી રહ્યો છે.

તમન્નાને તેના ફોલોવર્સના આધારે જ પસંદ કરવામાં આવી

કેએસડીએલના એક અધિકારીએ આ મામલે ચોખવટ કરતા કહ્યું કે, બ્રાન્ડ એમ્બેસેડર માટે દીપિકા પાદુકોણ, રશ્મિકા મંદન્ના, પૂજા હેગડે અને કિયારા અડવાણીને પણ વાતો થઈ હતી. પરંતુ દરેક બાબતે તમન્ના ભાટિયા મોખરે હોવાથી તેની પસંદગી કરવામાં આવી છે. આમાં કોઈ રાજકીય જોડાણ નથી. તમન્ના ભાટિયાને તેના ફોલોવર્સના આધારે જ પસંદ કરવામાં આવી છે. પરંતુ લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, બ્રાન્ડ એમ્બેસેડર માત્ર સ્થાનિક અભિનેત્રીને જ બનાવવામાં આવે. જો કે, હવે આગળ સરકાર દ્વારા કેવા નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button