નેશનલ

કૉંગ્રેસ સાથેની વાટાઘાટો સાચી દિશામાં…અખિલેશની ટ્વીટ ભાજપ માટે ચિંતા લાવનારી

લખનઉઃ લોકસભાની ચૂંટણી જીતવા માટે જે રાજ્ય સૌથી વધારે મહત્વનું છે તે છે ઉત્તર પ્રદેશ. અહીં સૌથી વધારે એવી 80 લોકસભા બેઠક છે. જો આ બેઠકો એકતરફી થઈ જાય અથવા આમાં મોટો ફેરફાર આવે તો પરિણામો ચોંકાવનારા પણ આવી શકે છે. ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષ ઈન્ડિયા બ્લોકમાં સાથે છે. આ બન્ને પક્ષ વચ્ચે અગાઉ તણખા ઝરી ચૂક્યા છે, પરંતુ હવ જ્યારે લોકસભાની બેઠકોની વહેંચણી થઈ રહી છે ત્યારે બન્ને પોઝિટીવ હોવાનું જણાઈ રહ્યું છે. જે ભાજપ માટે ચિંતા જગાવનારું છે. સપાના યુવા નેતા અખિલેશે એક ટ્વીટ પોસ્ટ કરી છે જે અનુસાર બેઠક વહેંચણીનો પહેલો રાઉન્ડ પૂરો થયો છે અને કૉંગ્રેસને ફાળે 11 બેઠક આવી છે. જોકે આ બેઠક કઈ છે અને કેટલી બેઠકોમાંથી કૉંગ્રેસને 11 મળી છે તે અંગે હજુ માહિતી મળી નથી.

કૉંગ્રેસ માટે આમ તો આ ગઠબંધન બહુ મોટો પડકાર સાબિત થઈ રહ્યું છે. બિહારમાં જે પ્રકારે ઉથલપાથલ થઈ રહી છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ તો એકલા ચલોનો નારો લાગવ્યો છે ત્યારે મહત્વના રાજ્યોમાં ગઠબંધન શક્ય જણાતું નથી. તેવામાં જો યુપીમાં કૉંગ્રેસ અને સપા સાથે લડે તો સારું પરિણામ આવી શકે છે. જોકે મળતી માહિતી અનુસાર કૉંગ્રેસની સ્થાનિક નેતાગીરી આ બેઠકોથી ખુશ નથી. 2019માં ભાજપે અહીં 71 બેઠક મેળવી બધાના સુપડા સાફ કરી નાખ્યા હતા. તાજેતરમાં થયેલી રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ યુપીમાં ભાજપને ટક્કર આપવી લગભગ અશક્ય છે. ત્યારે આ બન્નેની વાટાઘાટો આમ જ ચાલતી રહે અને બન્ને સમન્વય સાથે લડે તો કંઈક ફરક લાવી શકાય તેમ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button