Taj Mahal જનારાઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, પર્યટકો હવે સાથે નહીં લઈ શકે…
ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આવેલા દુનિયાની સાત અજાયબીઓમાંથી એક અને પ્રેમની નિશાની તરીકે પંકાયેલા તાજ મહેલ (Taj Mahal) છેલ્લાં કેટલાક સમયથી લાઈમલાઈટમાં છે. થોડાક દિવસ પહેલાં જ હિંદુવાદી સંગઠન દ્વારા ગંગાજલ ચઢાવવાની ઘટના બની હતી. આ ઘટનાનો વિવાદ હજી શમ્યો નહોતો ત્યાં એક મહિલાએ તાજ મહેલ પર ભગવો ઝંડો ફરકાવી દીધો હતો. આ બધી ઘટનાઓને ધ્યાનમાં લઈને હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા પર્યટકો તાજ મહેલમાં પાણીની બોટલ નહીં લઈ જઈ શકે એવો આદેશ આપ્યો છે. જોકે, આ પ્રતિબંધ તાજમહેલ પરિસરમાં નહીં લાગુ થાય, પણ હા જો, તમે તાજ મહેલ સ્મારક પર જશો તો પીવાના પાણીની બોટલ નહીં જઈ શકો.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે તાજ મહેલ ખાતે એ સમયે અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે એક મહિલાએ મકબરાના મુખ્ય સ્થાનની નજીક પહોંચીને ભગવા રંગનો ઝંડો ફરકાવ્યો હતો. ત્યાર બાદ સુરક્ષાકર્મચારીઓએ મહિલાને પકડીને પોલીસને હવાલે કરી દીધી હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી.
આ પણ વાંચો: … તો શું હવે સફેદ તાજમહેલ લીલા રંગનો થઈ જશે? શું છે આ દાવા પાછળની હકીકત?
હિંદુવાદી સંગઠન તાજ મહેલ એ તેજો મહાલય એટલે કે શિવ મંદિર હોવાનો દાવો કરી રહ્યા છે. સંગઠન સાથે સંકળાયેલા લોકો શ્રાવણ મહિનામાં અહીં પહોંચીને અલગ અલગ પ્રકારે વિરોધ પ્રદર્શ કરી રહ્યા છે.
થોડાક દિવસ પહેલાં હિંદુવાદી સંગઠનના એક પદાધિકારી ગંગાજલ ચઢાવવા માટે તાજ મહેલ પહોંચ્યા હતા, પરંતકુ સીઆઈએસએફના જવાનાએ તેમને રોકી દીધા હતા. શ્રાવણના ત્રીજા સોમવારે અખિલ ભારત હિંદુ મહાસભાની મહિલા શાખાની અધ્યક્ષ મીરા રાઠૌરે તાજ મહેલ પહોંચી હતી અને મુખ્ય સ્થાનની નજીક ભગવો ધ્વજ ફરકાવ્યો હતો અને એ સમયે સીઆઈએસએફના જવાનોએ તેમની અટક કરી હતી.
આ પણ વાંચો: દિલ્હી હાઇ કોર્ટમાં અરજી, તાજમહેલ શાહજહાંએ બાંધ્યો ન હતો પરંતુ…..
આ ઘટનાના અનેક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તેમના હાથમાં એક પાણીની બોટલ જોવા મળી રહી છે. સંગઠનનો દાવો છે કે જ તાજ મહલના મુખ્ય મકબરામાં ગંગાજલ ચઢાવ્યા બાદ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. આ બધા બખેડાને ધ્યાનમાં લઈને જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.