નેશનલ

Breaking News : Taj Mahal ને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષાદળોએ કેમ્પસને ઘેરી લીધું

આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ તાજમહેલને(Taj Mahal)બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેમાં મંગળવારે પ્રવાસન વિભાગને ધમકીભર્યો મેલ આવ્યો હતો. આ ધમકીભર્યા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે આગ્રાના તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જેની બાદ તાજમહેલના કેમ્પસને સુરક્ષા દળોએ સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે.

પોલીસ પ્રવાસીઓને બહાર કાઢી રહી છે

તાજમહેલની અંદર હાલ 1000 જેટલા પ્રવાસીઓ છે. જેમાં આ ધમકી બાદ નાસભાગ રોકવા માટે સુરક્ષાકર્મીઓ એક પછી એક બધાને બહાર કાઢી રહ્યા છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ કામગીરી બપોરે 1 વાગ્યાથી ચાલુ છે. તાજ મહેલ સિક્યુરિટીના એસીપી સૈયદ અરીબ અહેમદે જણાવ્યું કે પર્યટન વિભાગને ઈમેલ મળ્યો છે. તેના આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શાળાઓ, ટ્રેનો, હોટેલો અને ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલામાં વધારો થઈ રહ્યો છે. જો કે, આમાંની મોટાભાગની ધમકીઓ નકલી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તાજમહેલ વિશ્વ પ્રસિદ્ધ ધરોહર છે અને તેને જોખમમાં મૂકવાની બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.


Also read: India- China સબંધોની સ્થિતી પર વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં આપ્યો આ જવાબ


સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

જોકે, ધમકી બાદ તાજમહેલની અંદર અને બહારના વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સીઆઈએસએફની ટીમે તાજમહેલની અંદર તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી.


Also read: અકાલી દળના વડા વાસણો અને જૂતા સાફ કરતા જોવા મળ્યા, આ ભૂલની મળી સજા


આ બોમ્બ સવારે 9 વાગે ફૂટશે

પ્રાપ્ત માહિતી અનુસાર, ધમકીભર્યા ઈમેલમાં બોમ્બ ફૂટવાનો સમય પણ આપવામાં આવ્યો હતો. કહેવાય છે કે તાજમહેલમાં બોમ્બ મુકવામાં આવ્યો હતો. આ બોમ્બ સવારે 9 વાગે ફૂટશે. આ ઈમેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button