નેશનલ

તહવ્વુર રાણાને ભારતમાં લાવવામાં આવ્યો, પાકિસ્તાને આપ્યું આવું નિવેદન

નવી દિલ્હી: 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં (Tahawwur Rana Extradition) આવ્યો છે. અમેરિકાથી રવાના થયેલું વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું છે. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ તેની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

તહવ્વુર રાણા NIA મુખ્યાલય લઈ જવામાં આવી રહ્યો છે, જ્યાં તપાસ એજન્સીઓની ટીમ દ્વારા તેમની પૂછપરછ કરશે. તહવ્વુર રાણાને તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: તહવ્વુર રાણાને લઈને ફ્લાઈટ અમેરિકાથી રવાના, વિપક્ષના નેતાએ પણ મોદી સરકારના વખાણ કર્યા

‘ભાજપને શ્રેય લેવાની આદત’

કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું, “તહવ્વુર રાણા અમેરિકામાં કાનૂની પ્રક્રિયામાંથી પસાર થયો હતો. મને યાદ છે કે એમ ચિદમ્બરમે રાણાના ગુના અને સમગ્ર કાવતરાને સાબિત કરવા માટે હજારો પાનાના દસ્તાવેજો આપ્યા હતા. પાછલી સરકારે પણ પ્રયાસો કર્યા હતા. ભાજપને દરેક વસ્તુનો શ્રેય લેવાની આદત છે.”

પાકિસ્તાનનું નિવેદન

તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે પાકિસ્તાન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. પાકિસ્તાને તહવ્વુર રાણાથી છેડો ફાડી લીધો છે. એક નિવેદનમાં, પાકિસ્તાન વિદેશ મંત્રાલયના કાર્યાલયે જણાવ્યું હતું કે, “તહવ્વુર રાણાએ છેલ્લા બે દાયકામાં તેના પાકિસ્તાની ડોકયુમેન્ટ્સ રિન્યુ કરાવ્યા નથી, તેની કેનેડિયન નાગરિકતા ખૂબ જ સ્પષ્ટ છે.”

આરોપ છે કે તહવ્વુર રાણા પાકિસ્તાની સેના/ISI સાથે સમ્પર્કમાં હતો, તહવ્વુર રાણાની પુછપરછથી મુંબઈ 26/11 હુમલાના કાવતરામાં પાકિસ્તાનની સીધી ભૂમિકાનો ખુલાસો થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button