નેશનલ

કોણ છે Hinduja પરિવાર જેના ચાર સભ્યોને Switzerlandની અદાલતે ફટકારી છે સજા, જાણો સમગ્ર કેસ

બર્ન : સ્વિત્ઝરલૅન્ડ (Switzerland)ની એક અદાલતે બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા(Hinduja)પરિવારના ચાર સભ્યોને તેમના નોકરો સાથે દુર્વ્યવહાર અને શોષણ કરવા બદલ સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે હિન્દુજા પરિવારને માનવ તસ્કરીના આરોપમાંથી મુક્ત કરી દીધા છે. એક અખબારના સમાચાર મુજબ કોર્ટે પ્રકાશ અને કમલ હિન્દુજાને સાડા ચાર વર્ષની સજા સંભળાવી છે. જ્યારે અજય અને નમ્રતા હિન્દુજાને ચાર વર્ષની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે હિન્દુજા પરિવારને 950,000 અમેરિકી ડોલરનું વળતર અને 3,00,000 અમેરિકી ડોલર પ્રક્રિયા ફી ચૂકવવાનો આદેશ આપ્યો છે.આ મામલો જિનીવામાં હિન્દુજા પરિવારના બંગલા સાથે સંબંધિત છે. જ્યાં પરિવાર રહે છે.

16 કલાકથી વધુ કામ કરાવવાનો આરોપ

ફરિયાદીઓએ હિન્દુજા પરિવારના ચાર સભ્યો પ્રકાશ હિન્દુજા, તેમની પત્ની કમલ હિન્દુજા, તેમના પુત્ર અજય હિન્દુજા અને તેમની વહુ નમ્રતા હિન્દુજા પર માનવ તસ્કરી અને ભારતમાંથી કામદારોના શોષણનો આરોપ મૂક્યો હતો. પરિવારના સભ્યો પર કર્મચારીઓના પાસપોર્ટ જપ્ત કરવાનો અને તેમના બંગલામાં ઓવરટાઇમ પગાર વિના દિવસમાં 16 કલાક કે તેથી વધુ કલાક કામ કરવા દબાણ કરવાનો આરોપ હતો.

હિન્દુજા પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ આરોપોને ફગાવી દીધા હતા. આ પરિવાર સાથે સંકળાયેલા બિઝનેસ એડવાઈઝર નજીબ ઝિયાજી પર પણ આરોપ મૂકવામાં આવ્યો હતો અને તે શોષણમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. હિંદુજા પરિવારના સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા વકીલ રોમૈન જોર્ડને ઈમેલ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ આ નિર્ણયથી નિરાશ થયા છે અને હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે.

આ પણ વાંચો…
Monsoon 2024: નવ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, ત્રણ દિવસમાં ચોમાસું પૂર્વ ભારતમાં પહોંચે તેવી શકયતા

હિન્દુજા પરિવાર કોણ છે?

પરમાનંદ દીપચંદ હિન્દુજાએ 1914માં સિંધ પ્રદેશમાં કોમોડિટી-વેપારનો વ્યવસાય શરૂ કર્યો હતો. પાછળથી તેમના ચાર પુત્રો (શ્રીચંદ હિંદુજા, ગોપીચંદ હિંદુજા, પ્રકાશ અને અશોક હિંદુજા)એ આ ધંધો મોટો કર્યો અને તેનો વિસ્તાર કર્યો. તેણે શરૂઆતમાં બોલિવૂડ ફિલ્મોનું આંતરરાષ્ટ્રીય સ્તરે વિતરણ કરવામાં પણ સફળતા મેળવી હતી. પરમાનંદ દીપચંદ હિન્દુજા, સૌથી મોટા પુત્ર, શ્રીચંદ હિન્દુજાનું 2023માં અવસાન થયું. ત્રણેય નાના ભાઈઓ અને શ્રીચંદ અને તેમની પુત્રી વિનુ વચ્ચે પારિવારિક સંપત્તિને લઈને ઘણા વિવાદો હતા, પરંતુ 2022 માં, તેઓએ તેમની વચ્ચેના મતભેદોને ઉકેલ્યા.

14 બિલિયન ડોલરની સંપત્તિ

હિંદુજા પરિવાર ફાઇનાન્સ, મીડિયા અને એનર્જી સેક્ટરમાં સક્રિય છે અને જાહેરમાં વેપાર કરતી છ ભારતીય કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. તેમની સામૂહિક સંપત્તિ ઓછામાં ઓછી 14 બિલિયન ડોલર છે. જે તેમને એશિયાના ટોચના 20 સૌથી ધનિક પરિવારોમાં સ્થાન આપે છે. પ્રકાશ હિન્દુજા અને તેમના ભાઈઓ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, મીડિયા, પાવર, રિયલ એસ્ટેટ અને હેલ્થકેર સેક્ટરના બિઝનેસની દેખરેખ રાખે છે. ફોર્બ્સનો અંદાજ છે કે હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ લગભગ 20 બિલિયન ડૉલર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button