નેશનલ

ઇન્સ્ટન્ટ ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ગળાકાપ સ્પર્ધા, ઝોમેટો બાદ Swiggy એ લોન્ચ કરી નવી એપ…

નવી દિલ્હી : દેશમાં ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ઝડપી ફેરફાર થઇ રહ્યો છે. જેનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. તેમજ કિવક કોમર્સની વૃદ્ધિ પણ થઈ રહી છે. જેમાં હવે આ સેનગમેન્ટમાં સ્વીગીએ(Swiggy)નવી એપ સ્નેક (Snacc)લોન્ચ કરી છે. જે 10-15 મિનિટમાં ફૂડ ડિલીવરી કરવાનો દાવો કરે છે. તેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્સનો હેતુ ગ્રાહકને ઇન્સ્ટન્ટ ડિલિવરીની સુવિધા આપવાનો છે. સ્નેક એપમાં ગ્રાહકોને ખૂબ જ ઓછા સમયમાં ફૂડ ડિલીવર થશે.

“ક્વિક કોમર્સ” ટ્રેન્ડનો એક ભાગ

સ્વિગીની આ નવી સેવા ‘Snacc’ ફાસ્ટ ફૂડ, રેડી ટુ ઈટ ફૂડ વેચે છે. આ સ્વિગીની પહેલાથી ચાલી રહેલી ‘બોલ્ટ’ સેવાથી અલગ છે. સ્વિગી ની સ્નેક એ બ્લિન્કિટ ની બિસ્ટ્રો અને ઝેપ્ટો ની કાફે જેવી સેવાઓ જેવી જ છે. સ્વિગીનું આ પગલું ભારતમાં ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ઝડપથી વિકસતા ક્વિક કોમર્સ ટ્રેન્ડનો એક ભાગ છે.

આ પણ વાંચો : દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો ફેરફાર; જાણો ગુજરાતમાં કેટલો ભાવ?

ઝોમેટોની એપ પર 15 મિનિટ ફૂડ ડિલિવરી નું નવું ટેબ

જો કે આ ઉપરાંત ઝોમેટોએ તેની 15 મિનિટની ફૂડ ડિલિવરી સેવા પણ શરૂ કરી છે. જોકે, કંપનીએ તેના વિશે વધુ માહિતી શેર કરી નથી. ઝોમેટોની એપ પર ’15 મિનિટ ફૂડ ડિલિવરી’ નું નવું ટેબ દેખાય છે. જે સ્પષ્ટ કરે છે કે તે આ સેગમેન્ટમાં ઝડપથી વધી રહેલી સ્પર્ધાનો હિસ્સો બનવા માંગે છે. ઝોમેટોની આ સેવા મુંબઈ અને બેંગલુરુ જેવા કેટલાક પસંદગીના શહેરોમાં હમણાં જ શરૂ થઈ છે.

બે કંપની વચ્ચે ગળાકાપ સ્પર્ધા

આ પગલા સાથે બે કંપનીઓ સ્વિગી અને ઝોમેટો વચ્ચે નવી સ્પર્ધા શરૂ થઈ છે. તેનાથી ફૂડ ડિલિવરી ફિલ્ડમાં મોટો ફેરફાર આવી શકે છે. ઝોમેટો અને સ્વીગી ઉપરાંત ઝેપ્ટો અને મેજિકપીન જેવી અન્ય કંપનીઓ પણ પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button