Swati Maliwal પાસે સીએમને મળવા કોઇ એપોઈન્ટમેન્ટ ન હતી, બિભવના વકીલની કોર્ટમા દલીલ
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal)સાથે મારપીટના કેસમાં આરોપી બિભવ કુમારની જામીન અરજી અંગે તીસ હજારી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે બિભવ કુમારના વકીલ એન હરિહરને કોર્ટને કહ્યું કે આ અરજી સુનાવણી માટે યોગ્ય છે.
તીસ હજારી સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે
દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલની ફરિયાદ પર આઈપીસીની કલમ 308 હેઠળ આ મામલે કેસ નોંધ્યો હતો. જેના પર તીસ હજારી સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બિભવ કુમારના વકીલ એન હરિહરને કોર્ટમાં દલીલ કરી હતી કે સ્વાતિ પાસે મુખ્યમંત્રીને મળવા માટે કોઈ એપોઈન્ટમેન્ટ ન હતી, તેમ છતાં તે તેમને મળવા માટે સીએમ હાઉસ આવી હતી. તેણે પોતાની અનુકૂળતા મુજબ આ વિવાદ માટે જાણી જોઈને ડ્રોઈંગરૂમ પસંદ કર્યો હતો.
બિભવના વકીલે કોર્ટને કહ્યું કે જો સ્વાતિ પર હુમલો થયો હતો તો ત્રણ દિવસ પછી તે મેડિકલ તપાસ માટે કેમ ગયા. સીએમ હાઉસમાં પ્રવેશ દરમિયાન સુરક્ષાકર્મીઓએ તેમને પણ રોક્યા હતા પરંતુ તે દરમિયાન તેમણે કહ્યું હતું કે તમે સાંસદને રોકી શકતા નથી.
Also Read – અમિત શાહે કરી ભવિષ્યવાણીઃ કહ્યું- 1લી જૂને કેજરીવાલ જશે જેલમાં અને 6 જૂને રાહુલ ગાંધી….
હુમલા બાદ સ્વાતિ તાત્કાલિક સારવાર માટે કેમ ન ગયા?
તીજ હજારી કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે આજે જ પોતાનો જવાબ દાખલ કરવાનો છે. આ કેસમાં બિભવ કુમારની જામીન અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવીને દબાણ લાવવાની માંગ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન સ્વાતિ માલીવાલ પણ હાજર છે જ્યારે બિભવ કુમાર પોલીસ કસ્ટડીમાં છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા ગયેલા AAP સાંસદ સ્વાતિ માલીવાલે કેજરીવાલના PA પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિ સાથે મારપીટની ઘટના સીએમ હાઉસમાં જ બની હતી.
સ્વાતિની જગ્યાએ સિંઘવીને મોકલવાની ચર્ચા
સ્વાતિ માલીવાલ પર હુમલા બાદ એવી ચર્ચા હતી કે તેઓ રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપી શકે છે. પરંતુ તેમણે ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું કે તે રાજીનામું નહીં આપે. એવી ચર્ચા થઈ રહી હતી કે AAP સ્વાતિ માલીવાલની જગ્યાએ કેજરીવાલનો કેસ લડી રહેલા કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીને રાજ્ય સભામાં મોકલવા માંગે છે.
Also Read –