ટોપ ન્યૂઝનેશનલ

Swati Maliwal Case: FIR નોંધ્યા બાદ પોલીસ એક્શનમાં, સ્વાતિએ ભાજપને આપી સલાહ

નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ અને આમ આદમી પાર્ટી(AAP)ના વર્તમાન રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે દિલ્હી મુખ્ય પ્રધાન આવાસમાં કથિત રીતે થયેલી મારપીટ અંગે રાજકારણ ગરમાયું છે. સ્વાતીએ CM અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમાર(Vibhav Kumar) વિરુદ્ધ FIR નોંધાવી છે. નોંધ્યા બાદ નોર્થ ડીસ્ટ્રીકટ પોલીસની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચે કેસની એક્શનમાં આવી ગઈ છેમ તપાસ શરૂ કરી દીધી છે. સૌથી પહેલા દિલ્હી પોલીસ(Delhi Police)ની ટીમ મોડી રાત્રે વિભવ કુમારના ઘરે પહોંચી જ્યાં તે મળ્યો ન હતો, તેની પત્ની ઘરે હાજર હતી. સ્વાતિએ વિનંતી કરી કે ભાજપના લોકોને આ ઘટના પર રાજકારણ ન કરે.

દિલ્હી પોલીસને આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં સ્વાતિ માલીવાલે જણાવ્યું છે કે કેવી રીતે સીએમ આવાસમાં તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર સ્વાતિ માલીવાલે કહ્યું કે વિભવે તેને થપ્પડ મારી હતી અને પેટમાં ઘણી વખત લાત મારી હતી.

એક અહેવાલ અનુસાર જ્યારે સ્વાતિ માલીવાલ પર હુમલો થયો ત્યારે અરવિંદ કેજરીવાલ ઘરે હાજર હતા. સ્વાતિ ડ્રોઈંગ રૂમમાં સીએમની રાહ જોઈ રહી હતી, આ દરમિયાન વિભવ ત્યાં આવ્યો અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો, ત્યાર બાદ કોઈપણ કારણ વગર તે સ્વાતિને થપ્પડ મારવા લાગ્યો.

એક ટીવી ચેનલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સ્વાતિએ બૂમો પાડીને તેને છોડી દેવા કહ્યું, પરંતુ વિભવ કુમાર તેને મારતો રહ્યો, વિભવે ધમકી સ્વાતિને ધમકી અને કહ્યું કે એ હિસાબ બરાબર કરશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિભવે સ્વાતિ માલીવાલને છાતી, ચહેરા, પેટ અને શરીરના નીચેના ભાગમાં માર્યુ. એફઆઈઆરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, જ્યારે ઘટના બની ત્યારે સ્વાતિ પીરિયડ્સમાંથી પસાર થઈ રહી હતી અને ખૂબ જ પીડામાં હતી.

સ્વાતિ માલીવાલની ફરિયાદ પર પોલીસે વિભવ કુમાર વિરુદ્ધ આઈપીસીની કલમ 354, 556, 509 અને 323ની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધી છે. બીજી તરફ સ્વાતિ માલીવાલની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે પણ તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું, આ માટે સ્વાતિ માલીવાલ અડધી રાત્રે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચી.

દિલ્હી પોલીસની એક ટીમ ગુરુવારે સ્વાતિ માલીવાલનું નિવેદન લેવા તેમના ઘરે પહોંચી હતી. નોંધનીય છે કે દિલ્હી પોલીસ અધિકારીઓ સ્વાતિ માલીવાલના ઘરે લગભગ ચાર કલાક સુધી રહ્યા અને આ મામલામાં માલીવાલની પૂછપરછ કરી હતી.

સ્વાતિ માલીવાલે પણ આ સમગ્ર ઘટના પર પહેલીવાર નિવેદન આપ્યું છે. એક્સ પર પોસ્ટ કરતાં સ્વાતિએ કહ્યું, ‘મારી સાથે જે થયું તે ખૂબ જ ખરાબ હતું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને મારું નિવેદન આપ્યું છે. મને આશા છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે. છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. સાથ આપનારા તમામનો હું આભાર માનું છું. જેમણે મારી છબી ખરડાવાનો પ્રયાસ કર્યો, તેઓ અન્ય પક્ષના ઈશારે કરી રહ્યા છે, ભગવાન તેમનું પણ ભલું કરે, દેશમાં મહત્વપૂર્ણ ચૂંટણીઓ ચાલી રહી છે, સ્વાતિ માલીવાલ મહત્વપૂર્ણ નથી, દેશના મુદ્દા મહત્વપૂર્ણ છે. ભાજપના લોકોને ખાસ વિનંતી છે કે આ ઘટના પર રાજકારણ ન કરો.’

રાષ્ટ્રીય મહિલા આયોગે વિભવ કુમારને આજે હાજર થવા જણાવ્યું છે. મહિલા આયોગે તેમને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સવારે 11 વાગ્યે હાજર થવા કહ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પોતે આ મામલાની નોંધ લીધી છે.

બીજી તરફ ભાજપ અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહારો કરી રહ્યું છે. ભાજપ પણ અરવિંદ કેજરીવાલ પર અત્યાર સુધી મૌન જાળવવા માટે સવાલ ઉઠાવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ