Swati Maliwal Case: બિભવ કુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

નવી દિલ્હી: અહીંની એક અદાલતે શુક્રવારે આપનાં રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ (MP Swati Maliwal) પર હુમલો કરવાના આરોપમાં અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
કેજરીવાલના અંગત મદદનીશ કુમારે ૧૩ મેના રોજ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને માલીવાલ પર કથિત રીતે હુમલો કર્યો હતો. કુમારને તેમની ત્રણ દિવસની પોલીસ કસ્ટડીની મુદત પૂરી થવા પર તેમની સમક્ષ રજૂ કરવામાં
આવતા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ ગોયલે કુમાર માટે ન્યાયિક કસ્ટડીની માંગ કરતી દિલ્હી પોલીસની અરજીને મંજૂરી આપી હતી. દરમિયાન, દિલ્હી હાઈ કોર્ટે ધરપકડને પડકારતી કુમારની અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે.
અગાઉ સોમવારે કુમારની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું.
૧૮ મેના રોજ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રિયલ કોર્ટ દ્વારા તેને તે જ દિવસે પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. તેને ગયા શુક્રવારે ચાર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.