નેશનલ

Swati Maliwal assault case: ‘CM નિવાસ ગુંડાઓને રાખવા માટે છે…’ સુપ્રીમ કોર્ટ આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: સ્વાતિ માલીવાલ મારપીટ કેસ (Swati Maliwal assault case) અંગે સુપ્રીમ કોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પૂર્વ પીએ વિભવ કુમાર (Bibhav Kumar) સામે કડક વલણ દાખવ્યું છે. કોર્ટે કહ્યું કે તેને શરમ નથી આવતી. કોન્ટ્રાક્ટ કિલર અને હત્યારાઓને પણ અમે જામીન આપીએ, પરંતુ આ કેસમાં નૈતિકતાને કેવી રીતે બાજુએ મુકવામાં આવી.

સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં આરોપી વિભવ કુમારની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું, “શું તમને મહિલા સાથેના ગેરવર્તણૂક પર શરમ નથી? કોર્ટે પૂછ્યું કે શા માટે કોઈ બિભવ કુમાર વિરુદ્ધ જુબાની આપશે? શું (મુખ્યપ્રધાન) આવાસનો ઉપયોગ ગુંડાઓને રાખવા માટે થાય છે? જ્યારે બિભવ કુમાર ખાનગી સચિવના પદ પર ન હતા, ત્યારે તે સીએમ આવાસમાં કરી રહ્યો હતો તે ત્યાં કેમ હતો?”

બિભવ કુમારની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવી છે. આ મામલામાં આગામી સુનાવણી 7 ઓગસ્ટના રોજ થશે. આજની સુનાવણીમાં બિભવ કુમાર વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે 3 દિવસ પછી FIR દાખલ કરવામાં આવી છે. સ્વાતિ માલીવાલ પોલીસ સ્ટેશન ગયા હતા પરંતુ એફઆઈઆર નોંધ્યા વગર જ પાછા ફર્યા હતાં. ઘણા દિવસો બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.

જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે શું સ્વાતિ માલીવાલે 112 પર ફોન કર્યો હતો? જો એમ હોય, તો તમારો દાવો ખોટો સાબિત થશે. સિંઘવીએ સ્વીકાર્યું કે સ્વાતિ માલીવાલ સીએમ આવાસ પર ગયા હતા. જસ્ટિસ સૂર્યકાન્તે પૂછ્યું કે શું મુખ્ય પ્રધાન નિવાસ ખાનગી રહેઠાણ છે?

સુપ્રીમ કોર્ટે કહ્યું એક હાઈકોર્ટે બધુ બરાબર સાંભળ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે શું મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન ગુંડાઓને રાખવા માટે છે?

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…