સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર જાતીય શોષણ અને છેતરપિંડીનો કેસ દાખલ, પોલીસે તપાસ શરુ કરી
Top Newsનેશનલ

સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર જાતીય શોષણ અને છેતરપિંડીનો કેસ દાખલ, પોલીસે તપાસ શરુ કરી

નવી દિલ્હી : દિલ્હીમાં સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી વિરુદ્ધ વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ અને છેતરપિંડીનો કેસ નોધવામાં આવ્યો છે. જેમાં દિલ્હીના વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ આ કેસની પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે.

શ્રૃંગેરી મઠના સંચાલક પી.એ. મુરલીએ ફરિયાદ નોંધાવી

આ ઘટનાની મળતી વિગતો મુજબ 4 ઓગસ્ટ 2025ના રોજ શ્રી શ્રૃંગેરી મઠના સંચાલક પી.એ. મુરલીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સ્વામી ચૈતન્યનંદે શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીઓ સાથે જાતીય શોષણ કર્યું હતું. આ અંગે જયારે પોલીસે તપાસ શરૂ કરી હતી .

17 વિદ્યાર્થીઓએ શારીરિક અડપલાનો સીધો આરોપ લગાવ્યો

આ અંગે પોલીસે 32 મહિલા વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેમાંથી 17 વિદ્યાર્થીઓએ સીધો આરોપ લગાવ્યો કે સ્વામીએ તેમને અશ્લીલ સંદેશા મોકલ્યા હતા. તેમજ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને શારીરિક અડપલા કર્યા હતા. વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું હતું કે કેટલીક મહિલા ફેકલ્ટી અને વહીવટી કર્મચારીઓએ સ્વામીની અયોગ્ય માંગણીઓનું પાલન કરવા માટે તેમના પર દબાણ કર્યું હતું.

ચૈતન્યનંદ સરસ્વતી હજુ પણ ફરાર

જેની બાદ પોલીસે બીએનએસ કલમ 75(2)/79/351(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આરોપીના છુપાયેલા સ્થળો પર ઘણી વખત દરોડા પાડ્યા હતા. તેમજ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ 17 પીડિત વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર વારંવાર દરોડા પાડવા છતાં આરોપી ચૈતન્યનંદ સરસ્વતી હજુ પણ ફરાર છે. તપાસ ટીમ તેને શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તપાસ દરમિયાન સંસ્થાના ભોંયરામાંથી એક વોલ્વો કાર મળી આવી

પોલીસને તપાસ દરમિયાન સંસ્થાના ભોંયરામાંથી એક વોલ્વો કાર મળી આવી હતી. કારમાં નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ મળી હતી. જયારે તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ દૂતાવાસ નંબર પ્લેટ ઇસ્યુ કરવામાં આવી ન હતી. આ કારનો ઉપયોગ સ્વામી ચૈતન્યનંદ દ્વારા પણ કરવામાં આવ્યો હતો. આ મામલે બીજો કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ કાર જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો…સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા વિવાદ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button