ચૈતન્યાનંદના માત્ર વસ્ત્રો ભગવા મન તો કાળુંઃ આવી મોડ્સ ઑપરેન્ડી અપનાવી કરતો હતો છોકરીઓનું શોષણ

નવી દિલ્હીઃ હિન્દુધર્મીઓને રોષ જાગે અને તેમને શરમ આવે તેવા એક પછી એક કાંડ બની બેઠેલા સ્વામી ચૈતન્યાનંદના બહરા આવી રહ્યા છે. દિલ્હીની શારદા પીઠમનો ચાન્સલેસર બનીને બેઠેલો આ હવસખોર સ્વામી 16 વર્ષથી અહીં ભણતી છોકરીઓનું શારીરિક શોષણ કરતો હતો.
આ છોકરીઓને પોતાના સકંજામાં લેવા માટે તેણે જે મોડ્સ ઑપરેન્ડી અપનાવી હતી તે કોઈ સંસારીના મનમાં તો આવી જ ન શકે, માત્ર શૈતાની વૃત્તિના લોકો જ આવી હલકી કક્ષાએ જઈ શકે.
આ કહેવાતો બાબા છોકરીઓને પોતાની હવસનો શિકાર બનાવવા અલગ અલગ પેતંરા અજમાવતો હતો. દુઃખની વાત તો એ છે કે સંસ્થામાં કામ કરતી મહિલા વોર્ડન પણ તેમનો સાથ આપતી હતી.
અલગ અલગ મોડ્સ ઑપરન્ડી હતી બાબાની
બાબાએ એક નહીં દરેક બાજુથી છોકરીઓને ટાર્ગેટ કરવાનું રાખ્યું હતું. સૌથી પહેલા તો બાબા છોકરીઓને વલ્ગર મેસેજ મોબાઈલ પર મોકલતો અને પોતાની ચેમ્બરમાં કે રૂમમાં રાત્રે આવવા કહેતો.
જે વિદ્યાર્થિની આમ કરવાનો ઈનકાર કરે કે તેમના મેસેજનો જવાબ ન દે તેમને બાબા ધમકાવતો, નાપાસ કરવાની ધમકી આપતો. આ સાથે અમુક છોકરીઓ જો બાબાની જાળમાં ફસાઈ તો બાબા તેમને માલામાલ કરી દેવાના, વિદેશોમાં ફરવા લઈ જવાના અને એક્ઝામમાં સારા માર્ક્સ આપવાની લાલચો આપતો.
બાબાની વૃત્તિ કેટલી હદે મલિન છે તે જાણવા બે જ વાત કાફી છે. એક તો તેણે છોકરીઓના અમુક રૂમમાં-બાથરૂમમાં હીડન કેમેરા રાખ્યા હતા. જેથી છોકરીઓને ન્હાતા સમયે જોઈ શકાય. આ વીડિયો તે જોતો અને પછી જે તે છોકરીને બોલાવી તેને બ્લેકમેલ કરતો.
અને બીજી ખાસ વાત બાબા ખાસ કરીને ગરીબ અને ઈકોનોમિકલી વિકર સેક્શનમાંથી આવેલી છોકરીઓને જ પોતાની જાળમાં ફસાવતો, જેથી તે છોકરીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી શકાય. આ સાથે માનો કે કોઈ પોતાના પરિવારોને જણાવી પણ દે તો ગરીબ મા-બાપ વધારે કંઈ કરી ન શકે.
સંસ્થાનું કામ સરાહનીય
પોતાની સંસ્થામાં આવા કારનામા થઈ રહ્યા છે તે જાણી ઘણીવાર ટ્રસ્ટીઓ કે મેનેજમેન્ટ ઢાંકપિછોડા કરવાની કોશિશ કરતા હોય છે, પરંતુ દિલ્હીના વસંતકૂંજ વિસ્તારમાં આવેલી શ્રી શ્રી જગતગુરુ શંકરાચાર્ય મહાસ્થાનમ દક્ષિણામાન્ય શ્રી શારદા પીઠમ સંસ્થાને એક એરફોર્સ મહિલા અધિકારીએ આ વિશે જાણકારી આપી.
ત્યારે તેમણે મહિલા અધિકારીને પત્ર દ્વારા જવાબ આપ્યો અને તુંરંત જ બાબા સામે પગલા લેવા પોલીસને જાણ કરી. પોલીસે ઑપરેશન ઈચ્છાધારી લૉંચ કરી ફરાર બાબાને પકડવાની તજવીજ હાથ ધરી છે. અત્યાર સુધીમાં 30 છોકરીમાંથી 17 છોકરીએ પોતાની સાથે આવી હરકતો થઈ હોવાના નિવેદન પોલીસને આપ્યા છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ કુકર્મી ચૈતન્યાનંદ સામે હિંદુવાદીઓ ચૂપ કેમ?