નેશનલ

દર્દીએ મહિલા ડૉક્ટરનો પીછો કર્યો, મેટલ બેડ પર માથું પછાડ્યું…

અમરાવતીઃ કોલકાતાની એમજી કાર હૉસ્પિટલમાં મહિલા ટ્રેઇની ડૉક્ટરની બળાત્કાર બાદ હત્યાનો આક્રોશ હજી શમ્યો નથી ત્યાં આંધ્રપ્રદેશની એક હોસ્પિટલમાં ડૉક્ટર પર હુમલાનો કિસ્સો જાણવા મળ્યો છે. આ ઘટના તિરુપતિની શ્રી વેંકટેશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SVIMS)ની છે. અહીં એક દર્દીએ મહિલા ઈન્ટર્ન પર હુમલો કર્યો હતો.
આ ઘટના 24 ઓગસ્ટના રોજ ઈમરજન્સી વોર્ડમાં બની હતી. હોસ્પિટલના વોર્ડમાં સીસીટીવી ફૂટેજ બતાવે છે કે દર્દી પાછળથી ડૉક્ટરનો પીછો કરી રહ્યો છે. તે તેના વાળ ખેંચે છે અને તેને હોસ્પિટલના પલંગની મેટલ ફ્રેમ સાથે બેંગ કરે છે. હુમલાખોરને ફરજ પરના તબીબો અને હાજર અન્ય લોકોએ તરત જ પકડી લીધો હતો.

મળતી માહિતી મુજબ વિઝિયાનગરમ જિલ્લાના બોબિલીના બંગારાજુ તરીકે ઓળખાતા દર્દી તેના પરિવાર સાથે તીર્થયાત્રા માટે તિરુમાલા આવ્યો હતો. તે એપીલેપ્સીનો દર્દી છે. તેને આંચકી આવતાં ટીટીડીની અશ્વિની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને વધુ સારવાર માટે શનિવારે સવારે SVIMSમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેણે ફરજ પર રહેલા ઇન્ટર્ન પર હુમલો કર્યો ત્યારે તેને નસમાં પ્રવાહી આપવામાં આવી રહ્યું હતું. હુમલાની આ ઘટના હોસ્પિટલના વોર્ડમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના પછી હોસ્પિટલના તબીબોએ સુરક્ષાની માંગ સાથે વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા તબીબોનું કહેવું છે કે તેઓ હોસ્પિટલમાં સલામતી અનુભવતા નથી.

આ પણ વાંચો : Kolkata rape and murder case: ડાયરીનું ફાટેલું પાનું ખોલશે રહસ્યો! મૃત્યુ પહેલા પીડિતાએ શું લખ્યું હતું?

ડૉક્ટરોનું કહેવું છે કે આ ઘટના એક વોર્ડમાં બની હતી, જ્યાં દર્દીઓ સિવાય ઘણા ડોક્ટર્સ પણ હાજર હતા, જેમણે મહિલા ડોક્ટરને બચાવી હતી. પણ આવી ઘટના હૉસ્પિટલની કોઇ એકાંત જગ્યાએ બની હોત તો! જો દર્દીએ મહિલા ડૉક્ટર પર એકાંત જગ્યાએ હુમલો કર્યો હોત કે તેના હાથમાં કોઇ ઘાતક હથિયાર હોત તો શું થાત?

આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા SVIMSના ડિરેક્ટર ડૉ આરવી કુમારે હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરો અને સ્ટાફ માટે સુરક્ષાની ખાતરી આપી હતી.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker