નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.
જો કે, સુવેન્દુ અધિકારીએ શા માટે અમિત શાહની મુલાકાત લીધી અને બંને વચ્ચેની બેઠકમાં શું વાતચીત થઇ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો, આ બેઠક દરમિયાન સુવેન્દુ અધિકારીએ અમિત શાહને રાજ્યની રાજકીય સ્થિતિ, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી આપી હતી.
કેન્દ્રીય યોજનાઓના અમલીકરણમાં થતા કથિત મોટા પાયાના ભ્રષ્ટાચારની પણ માહિતી આપી હતી. સુવેન્દુ અધિકારી ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ આરોપો પણ જાહેર કરી શકે છે.
દેશની રાજધાની દિલ્હીમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પશ્ચિમ બંગાળ સરકારના મનરેગા અને આવાસ યોજનાના ભંડોળના બાકી લેણાંની માંગને લઈને કરવામાં આવી રહેલ વિરોધ પ્રદર્શનને નાટક, સર્કસ અને ભ્રષ્ટાચારના મામલાઓથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ ગણાવતા ભાજપે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનરજી સરકાર સામે મોરચો ખોલ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને