નેશનલવેપાર

ટીન અને નિકલમાં જળવાતી પીછેહઠ, અન્ય ધાતુમાં મિશ્ર વલણ

મુંબઈ: ચીનના આર્થિક ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ આજે લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની અન્ય ધાતુઓમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશો સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં કોપરની અમુક વેરાઈટીઓ, એલ્યુમિનિયમ અને ઝિન્ક સ્લેબમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. એકથી ૧૨ સુધીનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે ટીન અને નિકલમાં પીછેહઠ જળવાઈ રહેતાં ભાવમાં વધુ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૩ અને રૂ. બેનો ઘટાડો આવ્યો હતો, જ્યારે બ્રાસ, લીડ ઈન્ગોટ્સ અને કોપરની અમુક વેરાઈટીઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં બજારની અપેક્ષા કરતાં ધીમી વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે રિટેલ વેચાણમાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી હતી. આમ ચીનના મિશ્ર આર્થિક અહેવાલ છતાં આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૩ ટકાના સુધારા સાથે ટનદીઠ ૯૦૫૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને અન્ય ધાતુમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.

સ્થાનિકમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી નીકળેલી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ભાવમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ વધીને રૂ. ૮૧૦, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૭૭૧, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૭૮૪, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ.

ત્રણ વધીને રૂ. ૭૭૬, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૨૩૯ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૧૯૫ અને રૂ. ૨૭૯ના મથાળે રહ્યા હતા.

Also Read – વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટે ટકેલું વલણ

જોકે, આજે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને માગમાં નિરસ વલણ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૩ ઘટીને રૂ. ૨૫૮૦ અને રૂ. બે ઘટીને રૂ. ૧૩૫૮ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૭૨૦, રૂ. ૫૫૫, રૂ. ૫૦૫ અને રૂ. ૧૮૫ના મથાળે ટકેલા રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button