નેશનલ

CAA મુદ્દે સુશીલ મોદીએ વિપક્ષોનો ઉધડો લીધો, ‘મુસ્લિમ વોટ બેંકને ખુશ રાખવા કરે છે વિરોધ’

દેશમાં નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act)ને મુદ્દે હાહાકાર મચ્યો છે ત્યારે બિહારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીએ તેના ફાયદા ગણાવ્યા છે. મંગળવારે તેમણે એક નિવેદન દ્વારા પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ કાનુન દેશના વિભાજનની ઐતિહાસિક ત્રાસદીના ઘાવો પર મલમ સાબિત થશે.

CAA અંગે સુશીલ કુમાર મોદીએ કહ્યું કે તેનાથી પાડોશી મુસ્લિમ દેશોમાં પ્રતાડિત થયેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ અને ખ્રીસ્તી સમુદાયના લાખો લોકોને ભારતમાં સન્માનપૂર્વક જીવન જીવવાની તક મળશે. મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાં લાંબા સમય સુધી અત્યાચાર અને અપમાનો સહન કર્યા બાદ ભારતમાં શરણ લેવા માટે મજબુર બનેલા લોકો અહીં રાશન કાર્ડ બનાવીને કલ્યાણકારી યોજનાઓને લાભ લઈ શકશે, મતદાતા પણ બની શકશે. સુશીલ કુમાર મોદીએ સવાલ કર્યો હતો કે કેટલાક પક્ષો અને સંગઠનો આ માનવતાવાદી પહેલનો વિરોધ કેમ કરી રહ્યા છે?

સુશીલ મોદીએ વધુમાં જણાવ્યું કે CAAનો અમલ કરીને ભાજપે પોતાનો સંકલ્પ અને બંધારણ ઘડનારાઓનું સપનું સાકાર કર્યું છે, જ્યારે બંધારણના મુલ્યોની વાતો કરતા RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો માત્ર મુસ્લિમ વોટ બેંકને ખુશ કરવા માટે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સંસદે ચાર વર્ષ પહેલા જે કાયદો પસાર કર્યો હતો તેના અમલીકરણને ચૂંટણી સાથે કેમ જોડવામાં આવી રહ્યું છે? આમાં કોમવાદ ક્યાં આવે છે?

દેશના વિરોધ પક્ષોની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું કે આ વિરોધ પક્ષોને પાડોશી દેશોના બિન-મુસ્લિમ લઘુમતીઓની વેદના કેમ દેખાતી નથી? આપણા પાડોશી મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો(પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ) ની સરકારો બિનસાંપ્રદાયિકતામાં માનતી નથી? રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને લાલુ પ્રસાદ યાદવનો લઘુમતીઓ પ્રત્યેનો પ્રેમ એક ચોક્કસ ધર્મ સુધી સીમિત કેમ છે?

ભારત સરકારે CAAને અમલ કરીને, બાંગ્લાદેશમાં પોતાનું ઘર છોડીને પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં આશ્રય લેનારા મતુઆ સમુદાયના લાખો દલિત હિન્દુઓને વર્ષો પછી ખુલ્લેઆમ હોળી ઉજવવાની તક આપી છે. તેમના ઉદાસ જીવનમાં, આનંદના રંગો ભરનારો આ કાયદો વિપક્ષને કેમ કાળો લાગે છે?”

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker