ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Surya Gochar: 13 April સુધી આ ચાર રાશિના જાતકોને જલસા જ જલસા, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

ગ્રહોની ચાલને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વની જણાવવામાં આવી છે અને એની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે અમુક રાશિ પર એની સારી અસર જોવા મળે છે તો અમુક રાશિ પર એની નકારાત્મક અસર જોવા મળે છે. દરેક ગ્રહનો એક ચોક્કસ સમય હોય છે અને એ સમયે તે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. 14મી માર્ચના ગ્રહોના રાજા સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું છે અને તેમણે શનિની રાશિ કુંભમાંથી ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. આવતા મહિનાની 13મી તારીખ સુધી એટલે કે 13મી એપ્રિલ સુધી સૂર્ય મીન રાશિમાં જ બિરાજમાન રહેશે. સૂર્યદેવના ગોચરથી ચાર રાશિના જાતકોને જોરદાર ફાયદો થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ચાર રાશિ…

મેષ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. કરિયરમાં આ રાશિના જાતકોનું પ્રમોશન થઈ રહ્યું છે. પારિવારિક સંબંધો મજબૂત બની રહ્યા છે. પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળી રહ્યો છે. ધનલાભના યોગ બની રહ્યા છે, જેને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. વેપારીઓ માટે પણ આ સમય ખૂબ સારો રહેવાનો છે.

મિથુન રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન સકારાત્મકતાનો અહેસાસ થઈ રહ્યો છે અને નકારાત્મકતાથી મુક્તિ મળી રહી છે. બિઝનેસ કરી રહેલાં લોકોને નવી નવી ડીલ મળી શકે છે. પાર્ટનર કે જીવનસાથી સાથે સંબંધ મજબૂત બની રહ્યો છે. આ સમયે યાત્રાના યોગ પણ બની રહ્યા છે. પરિવારના સભ્ય સાથે કોઈ લાંબી યાત્રા પર જશો.

કન્યા રાશિના જાતકો માટે સમય ખૂબ જ સારો છે. નોકરી કરી રહેલાં લોકો માટે પણ સમય ખૂબ જ સારો છે. બોસ તમારા કામથી પ્રસન્ન રહેશે અને તમારા કામની પ્રશંસા પણ કરવામાં આવશે. તમારા કામને જોઈને આજે તમને પ્રમોશન વગેરે મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધી રહ્યું છે. નોકરી કરી રહેલાં લોકોને આજે મનચાહી નોકરી મળી શકે છે.

ધન રાશિના લોકોને સૂર્યના આ ગોચરથી ફાયદો થઈ રહ્યો છે. રોકાણ માટે આ સમય ખૂબ જ સારો છે. અત્યારે રોકાણ કરશો તો ભવિષ્યમાં એના સારા રિઝલ્ટ મળી શકે છે. પ્રમોશન થવાના પણ ચાન્સીસ છે. પગાર વધવાના યોગ બની રહ્યા છે. આવકના નવા નવા સ્રોત બની રહ્યા છે, જેને કારણે આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. પરિવાર સાથે સમય પસાર કરશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button