Suresh Gopiએ ઈન્દિરાના વખાણ કરતા નિવેદન અંગેની સ્પષ્ટતામાં પણ કર્યા વખાણ
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુરેશ ગોપી સતત ચર્ચામાં રહે છે. કેરળમાં ભાજપનું ખાતું ખોલાવનાર સાંસદ સુરેશ ગોપીએ શનિવારે પૂર્વ વડાં પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરતું નિવેદન આપ્યું હતું. આ પછી તેણે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી. ગોપીએ કહ્યું કે ઈન્દિરા ગાંધી કોંગ્રેસના હોવાને કારણે હું તેમના મૃત્યુ સુધી તેમને આઝાદી પછીના ભારતના વાસ્તવિક શિલ્પકાર કહેવાથી ડરતો નથી.
ભાજપ સાંસદે કહ્યું કે મારા પિતાનો પરિવાર કોંગ્રેસ પાર્ટીનો છે અને મારી માતાના પરિવારે કેરળમાં જનસંઘની રચના માટે કામ કર્યું હતું. હું પોતે SFI સાથે જોડાયેલો હતો. એટલું જ નહીં, તેમણે વધુમાં કહ્યું કે SFI પાર્ટી છોડવાનું કારણ રાજકીય નથી. મેં મારી લાગણીઓના આધારે જ આ નિર્ણય લીધો છે
કેરળના ભાજપના પ્રથમ સાંસદ અને કેન્દ્રીય પ્રધાન સુરેશ ગોપીએ દેશના પહેલા અને એકમાત્ર મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને મધર ઓફ ઈન્ડિયા કહ્યા હતા. ગોપી 12 જૂને પુન્નાકુન્નમમાં કરુણાકરણના સ્મારક સ્થળ મુરલી મંદિરમ ગયા હતા. અહીં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હું દેશના પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને મધર ઓફ ઈન્ડિયા માનુ છું. ગોપીએ વધુમાં કહ્યું કે હું મારા રાજકીય ગુરુને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું. તેઓ મજબૂત મુખ્યમંત્રી હતા. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે તેમની મુલાકાતનો કોઈ રાજકીય અર્થ ન કાઢવો જોઈએ.
આ પણ વાંચો : ભાજપ સાંસદ સુરેશ ગોપીએ રાજીનામું આપ્યાનો કર્યો ઇનકાર, કહ્યું કે….
અભિનેતામાંથી રાજનેતા બનેલા સુરેશ ગોપીએ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં થ્રિસુર લોકસભા બેઠક પરથી સત્તાધારી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉમેદવાર વી.એસ. સુનિલ કુમારને 74,686 મતોથી હરાવ્યા. તેણે કેરળમાંથી સીટ જીતીને પોતાનો એક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ કેરળમાંથી એકમાત્ર ભાજપના સાંસદ બન્યા છે. આ જીતથી ગોપીને પણ ઘણો ફાયદો થયો છે. તેને વડાપ્રધાન મોદીની ટીમમાં સ્થાન મળ્યું છે. ગોપીએ મંગળવારે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી તેમજ પર્યટન મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. તેમને મંત્રીપદ મળતાની સાથે જ એવી અફવા પણ ફેલાઈ હતી કે તેઓ મંત્રીપદ સ્વીકારવા તૈયાર નથી. જોકે સુરેશ ગોપીએ આ વાતને નકારી હતી.