નેશનલ

સુરત-ઇન્દોર સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન

મહારાષ્ટ્ર સૌથી સ્વચ્છ રાજ્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩માં ઈન્દોરની સાથે સાથે સુરત પણ નંબર વન બન્યું છે. બંને શહેરોએ સ્વચ્છતા માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરીને આ રેન્ક હાંસલ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્વચ્છતાના સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મનપામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મનપાના પદાધિકારીઓએ સ્વચ્છતા કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક આવતા મનપા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો છે. સુરતમાં સ્વચ્છતા કર્મીઓની મહેનત અંતે રંગ લાવી છે.

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ની થીમ વેસ્ટ ટૂ વેલ્થ હતી. ૪૪૭૭ શહેરોમાં ૯૫૦૦ અંકોમાં સૌથી વધુ પોઈન્ટ ઈન્દોર અને સુરતને મળ્યા છે. પ્રથમ વખત કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ – સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ ૨૦૨૩માં બે શહેરોને સંયુક્ત રીતે ટોચનું સ્થાન આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે દેશમાંથી માત્ર ત્રણ શહેરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ઈન્દોર, સુરત અને નવી મુંબઈનો સમાવેશ થતો હતો. આ ત્રણ શહેરો ગત વખતે પણ ટોપ-૩માં હતા. જેમાં ઈન્દોરની સુરત સાથે ટક્કર હતી.

એક લાખ કરતા ઓછી વસતીવાળા શહેરની કેટેગરીમાં મહારાષ્ટ્રના સાસવડને ટોચનું સ્થાન મળ્યું હતું. આ કેટેગરીમાં છત્તીસગઢના પાટણને બીજું અને લોનાવાલાને ત્રીજું સ્થાન મળ્યું છે. ગંગાકિનારે આવેલા સૌથી સ્વચ્છ શહેરમાં વારાણસીને પ્રથમ અને પ્રયાગરાજને બીજું સ્થાન મળ્યું હતું. મધ્ય પ્રદેશના મહૂ કેન્ટોનમેન્ટ બૉર્ડને સૌથી સ્વચ્છ કેન્ટોમેન્ટ બૅાર્ડમાં ટોચનું સ્થાન મળ્યું હતું.

આંકડા પ્રમાણે સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩માં ૪,૪૪૭ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ ભાગ લીધો હતો અને બાર કરોડ નાગરિકોએ પ્રતિસાદ આપ્યો હતો. સરકારે આ વિશ્ર્વનું સૌથી મોટું સ્વચ્છતા સર્વેક્ષણ હોવાનો દાવો કર્યો છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?