નેશનલ

સુરતની કંપનીનું ₹૨,૨૮૪ કરોડનું રેમિટન્સ કૌભાંડ?

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં સુરત સ્થિત એલએલપી ફર્મ અને તેની સાથે જોડાયેલા એકમોના પરિસરમાં રૂ. ૨,૨૮૪ કરોડના કથિત રૂપે “શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ કરવા માટે સર્ચ કર્યું હતું.

ઇડીએ જણાવ્યું હતું કે સુરત એસઇઝેડ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન), તેના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિક, વંશ માર્કેટિંગ, ગુજરાતના અમદાવાદ અને સુરત અને આસામમાં ધુબરીમાં આશિક પટેલ અને અન્યની માલિકી ધરાવતા શરણમ જ્વેલ્સ એલએલપીના સ્થળોની તપાસ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ કરવામાં આવી હતી. લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (એલએલપી) ફર્મ જેમ્સ અને જ્વેલરીની આયાત અને નિકાસના વ્યવસાયમાં છે અને છેલ્લા બે વર્ષમાં તેણે રૂ. ૩,૭૦૦ કરોડના વ્યવહારો કર્યા છે. કંપનીએ, તેના હિસાબમાં રૂ. ૫૨૦ કરોડનો ક્લોઝિંગ સ્ટોક દર્શાવ્યો છે, જો કે, ભૌતિક ચકાસણી કરતાં રૂ. ૧૯.૭ લાખની કિંમતનો નજીવો સ્ટોક મળી આવ્યો હતો.
ઇડીએ આક્ષેપ કર્યો કે શરણમ

જ્વેલ્સ એલએલપી અને તેના સહયોગી વંશ માર્કેટિંગે, અન્ય શેલ કંપનીઓની મદદથી, આયાત અને નિકાસની આડમાં જટિલ વ્યવહારો દ્વારા વિવિધ લોકો અને સંસ્થાઓને રૂ. ૫,૦૦૦ કરોડથી વધુની “આવાસ (હવાલા) એન્ટ્રીઓ કરી છે. એજન્સીએ કહ્યું કે તેણે સર્ચ દરમિયાન સર્ચ કરાયેલી સંસ્થાઓની રૂ. ૧.૧૪ કરોડની બૅન્ક ડિપોઝિટ ફ્રીઝ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો