સુપ્રિયા ભારદ્વાજને રાષ્ટ્રીય મીડિયા કોઓર્ડિનેટરની મળી જવાબદારી, રાધિકા ખેડાનું લેશે સ્થાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે મહત્વનો નિર્ણય લીધો છે, કોંગ્રેસ હાઈકમાને સુપ્રિયા ભારદ્વાજને રાષ્ટ્રિય મીડિયા કોઓર્ડિનેટર (Supriya Bhardwaj Congress New National Coordinator) બનાવ્યા છે.
સુપ્રિયા પાસે કોમ્યુનિકેશન સ્કિલ ક્ષેત્રે કામ કરવાનો લાંબો અનુભવ છે. કોંગ્રેસે તાત્કાલિક અસરથી તેમને આ જવાબદારી સોંપી છે. તેમના પહેલા આ જવાબદારી રાધિકા ખેડા સંભાળી રહી હતી. જો કે રાધીકા ભાજપમાં સામેલ થઈ જતા આ પદ ખાલી પડ્યું હતું.
ALSO READ: કોંગ્રેસને વધુ એક ઝટકો, છત્તીસગઢના નેતા રાધિકા ખેડાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી આપ્યું રાજીનામું
રાધિકા ખેડા ગત સપ્તાહે જ ભાજપમાં જોડાઈ ગયા હતા. રાધિકાએ તેની સાથે છત્તીશગઢમાં થયેલા કથિત દુર્વ્યવહારનો આરોપ લગાવતા કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમણે પાર્ટીના સિનિયર નેતાઓ સાથે પણ તેમની સાથે થયેલા ખરાબ વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો, જો કે પાર્ટીએ કોઈ કાર્યવાહી કરી નહોંતી.
મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રિયા ભારદ્વાજની નિમણૂકનો આદેશ પવન ખેડાએ જ તેમની નિમણૂકનો આદેશ જાહેર કર્યો હતો. ઉલ્લેખનિય છે કે તેમણે માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશનની ડિગ્રીની સાથે બીબીએની પણ ડિગ્રી મેળવી છે, તેમની પાસે મીડિયા ઈન્ડસ્ટ્રીઝમાં 16 વર્ષનો અનુભવ છે, તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ટીવી 9 ભારતવર્ષ અને ન્યૂઝ એક્સ સાથે પણ કામ કર્યું છે.