નેશનલ

હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે બધું જ વાજબી નથી!

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને હેટ સ્પીચ પર આકરી ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું હતું કે નફરત ફેલાવનારા ભાષણોને ગંભીરતાથી લેવામાં આવવું જોઈએ અને તેના પર લગામ લગાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે પોલીસને એમ પણ ભલામણ કરી હતી કે ફરિયાદ નોંધાવાની રાહ જોયા પહેલા પોલીસે સ્વયં સંજ્ઞાન (સુઓમોટો) લઈને એફઆઈઆર નોંધવી જોઈએ.

કોર્ટે એમ પણ કહ્યું કે નફરત ફેલાવનારા ભાષણોને સહન કરવામાં નહી આવે અને તે એક મોટો ખતરો બનતો જઈ રહ્યો છે અને તેને વધતા રોકવાની ખાસ જરૂર બની રહી છે. હેટસ્પીચ પર લગામ લગાવવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

દેશની બિનસાંપ્રદાયિક સમાજરચનાને ખતરો
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા નફરતી ભાષણો ચિંતાજનક છે અને તેના પર અંકુશ લગાવવાની સખત જરૂર છે. કોર્ટે જણાવ્યું કે આ દિવસોમાં ‘અભિવ્યક્તિની આઝાદી’ના નામે બધું જ વાજબી ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અત્યંત ખતરનાક છે. કોર્ટે વધુમાં કહ્યું કે નફરત ફેલાવતા ભાષણોથી દેશના બિનસાંપ્રદાયિક માળખાને ખતરો છે અને તેના પર તાત્કાલિક રોક લાગવી જોઈએ.

પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને કાર્યવાહી કરવી પડશે
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નફરતી ભાષણો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે IPCની કલમ 153A, 153B, 295A અને 505 હેઠળ કોઈ ફરિયાદ દાખલ ન થઈ હોય તો પણ પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને કાર્યવાહી કરવી પડશે. કોર્ટે ચેતવણી આપી છે કે આવા મામલાઓમાં કાર્યવાહી કરવામાં કોઈપણ પ્રકારની આનાકાનીને સુપ્રીમ કોર્ટની અવમાનના (contempt of court) ગણવામાં આવશે.

આ પણ વાંચો…બિહારમાં મતદાર યાદી સુધારણા: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આકરા સવાલ પૂછ્યા; જાણો શું કહ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button