નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ (Unlawful Activities (Prevention) Act)ની જોગવાઈઓને પડકારતી અરજીઓના સમૂહને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલાની સુનાવણી પહેલાં હાઈ કોર્ટમાં થવી જોઈએ. આ અરજીઓમાં યુએપીએની કલમ 35 અને 36ને પડકારવામાં આવી હતી. આ કલમો કેન્દ્ર સરકારને વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાના લિસ્ટમાંથી બાકાત રાખવાની સત્તા આપે છે.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ સંજય કુમાર અને ન્યાયમૂર્તિ કેવી વિશ્વનાથનની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે યુએપીએની આ કલમોને પડકારતી સુનાવણી દિલ્હી હાઈ કોર્ટ દ્વારા કરવામાં આવી રહી છે. યુએપીએ વિરુદ્ધની અરજીઓ અન્ય હાઇ કોર્ટમાં પણ પેન્ડિંગ છે. આ અંગે બેન્ચે પૂછ્યું કે શા માટે સુપ્રીમ કોર્ટે આ મામલાની સીધી સુનાવણી આવવો જોઈએ તેમ ન્યાયાધીશોએ કહ્યું હતું.
એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ અને સજલ અવસ્થીએ વર્ષ 2019માં 1967ના UAPA કાયદામાં કરવામાં આવેલા ફેરફારો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે આ ફેરફાર સરકારને મનસ્વી રીતે કોઈને પણ આતંકવાદી જાહેર કરવાનો અધિકાર આપે છે. ત્યાર બાદ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેણે સાબિત કરવું પડશે કે તે આતંકવાદી નથી. આ સમાનતા, સ્વતંત્રતા અને ગૌરવના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે.
બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, સીજેઆઈ સંજીવ ખન્નાએ અરજદારની સુનાવણી ન કરવાનું કારણ સમજાવતા કહ્યું, ઘણી સમસ્યાઓ પછીથી સામે આવે છે. કેટલીકવાર કેટલાક મુદ્દાઓ તમારી બાજુથી અને કેટલીકવાર બીજી (કેન્દ્ર) બાજુથી છોડી દેવામાં આવે છે, પછી આપણે આ બાબતને લાર્જ બેન્ચમાં મોકલવી પડે છે. સુપ્રીમ કોર્ટને પહેલા આ અંગે નિર્ણય લેવા દો.
આ પણ વાંચો : મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટે પીઆઇએલ પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સીયુ સિંહે જણાવ્યું હતું કે આ મામલો પાંચ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટ પહેલેથી જ આવા અન્ય મુદ્દાઓ પર ચુકાદો આપી રહી છે, ત્યારે તેની સુનાવણી કેમ થઈ શકતી નથી. સીજેઆઈ સંજીવ ખન્નાએ પોતાની દલીલનો પુનરોચ્ચાર કર્યો હતો કે હાઈ કોર્ટે પહેલા પોતાનો ચુકાદો આપવો જોઈએ. આ પછી, અરજદારે અદાલતમાં અપીલ કરી હતી કે તેની અરજી નામંજૂર કરવાના બદલે દિલ્હી હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવી જોઈએ.