નેશનલમનોરંજન

ઓટીટી અને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ પર રોક લગાવવાની માંગ મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

નવી દિલ્હીઃ ઓટીટીને લઇને અનેકવાર એવી ચર્ચા થાય છે કે તે વધુ બોલ્ડ અને અશ્લીલ સામગ્રીને પ્રોત્સાહન આપે છે. ઘણા લોકોએ ઓટીટી સામે કડક કાયદો લાવવાની વાત પણ કરી છે. હવે સુપ્રીમ કોર્ટ આવતીકાલે સોમવારના આ મામલાને લગતી અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં કેન્દ્રને ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ અશ્લીલ કન્ટેન્ટના સ્ટ્રીમિંગને રોકવા માટે યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.

આ અરજીમાં ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવા માટે નેશનલ કન્ટેન્ટ કંન્ટ્રોલ ઓથોરિટીની રચના માટે માર્ગદર્શિકા નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા સાઇટ્સ પર એવા પેજ અથવા પ્રોફાઇલ છે જે કોઈપણ ફિલ્ટર વિના અશ્લીલ કન્ટેન્ટ બતાવી રહ્યા છે. જ્યારે વિવિધ ઓટીટી પ્લેટફોર્મ્સ પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત અશ્લીલ કન્ટેન્ટ પણ સામેલ છે.

આ પણ વાંચો: કોમેડી કે અશ્લીલતા! પોતાની જ માતા પર અભદ્ર કોમેડી કરીને મહિલા કોમેડિયને વિવાદ સર્જ્યો

તેમાં કહેવામાં આવ્યું છે કે આવા અશ્લીલ કન્ટેન્ટ યુવાનો, બાળકો અને લોકોના મન પર નકારાત્મક અસર કરે છે, જેના કારણે ગુનામાં પણ વધારો થાય છે. જો તેના પર કોઈ નિયંત્રણ ન રાખવામાં આવે તો તેના પરિણામો વધુ ગંભીર હોઈ શકે છે.

અરજીમાં કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફિક સામગ્રીને દરેકને ઍક્સેસ મળતી રોકવા માટે નિર્દેશો આપવાની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી આ પ્લેટફોર્મ અશ્લીલ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે ખાસ કરીને તેને બાળકોથી દૂર રાખવા માટે કોઈ ફોર્મ્યુલા અથવા પદ્ધતિ વિકસાવતા નથી.

આ પણ વાંચો: Social Media પર મુકાતી અશ્લીલ સામગ્રીને રોકવા કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી

અરજીમાં સુપ્રીમ કોર્ટને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં અને આ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરીને એક સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. જે સેન્સર બોર્ડની જેમ ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની સામગ્રી પર નજર રાખી શકે જ્યાં સુધી તેના માટે એક કાયદો બનાવવામાં આવે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અરજદારોએ સંબંધિત સક્ષમ અધિકારીઓને ઘણી વખત ફરિયાદો મોકલી હતી, પરંતુ કોઈ અસરકારક પરિણામ મળ્યું ન હતું. તેને સમયની જરૂરિયાત ગણાવતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યોએ આ સંદર્ભમાં કડક પગલાં લેવા જોઈએ જેથી ડિજિટલ સ્પેસ સમાજ માટે ઘાતક ન બને. કારણ કે ઇન્ટરનેટની સરળ ઍક્સેસને કારણે તે કોઈપણ સુરક્ષા વિના દરેક માટે સરળતાથી ઉપલબ્ધ બન્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button