
નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા ડિજીટલ ફ્રોડના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તેમજ કહ્યું છે કે આ ખુલ્લેઆમ લૂંટ છે. તેમજ આરબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી એસઓપીને સમગ્ર દેશના લાગુ કરવા કેન્દ્ર સરકારને નિર્દશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે અત્યાર સુધીમાં 54,000 કરોડથી વધુ રકમનો સાયબર ફ્રોડ કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે આ ખુબ જ ગંભીર સ્થિતી દર્શાવે છે.
બેંક અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટે ડિજીટલ ફ્રોડ મુદ્દે બેંક અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેમજ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ડિજિટલ છેતરપિંડીના કેસોમાં બેંકો દ્વારા બેદરકારી અથવા મિલીભગતની શક્યતાને નકારી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આરબીઆઈ અને બેંકોને આવા કેસોમાં સમયસર અને કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુનાવણી દરમિયાન, કોર્ટે નોંધ્યું હતું કે આરબીઆઈએ પહેલાથી જ એક સ્પેશિયલ ઓપરેશન્સ (એસઓપી) ઘડી છે જે શંકાસ્પદ સાયબર છેતરપિંડીના કિસ્સામાં ડેબિટ કાર્ડને અસ્થાયી રૂપે હોલ્ડ પર રાખવા જેવી તાત્કાલિક કાર્યવાહીની જોગવાઈ કરે છે. આનો હેતુ છેતરપિંડીથી થતા નુકસાનને તાત્કાલિક અટકાવવાનો છે.
કોર્ટે CBIને ડિજિટલ ધરપકડના કેસોની ઓળખ કરવા નિર્દેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે ડિજિટલ ફ્રોડને નિયંત્રીત કરવા વધુ એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આંતર-વિભાગીય એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન માટે ચાર અઠવાડિયામાં સમજૂતી કરાર (MoU)નો ડ્રાફ્ટ તૈયાર કરવો જોઈએ. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે કેન્દ્ર સરકારે આરઈબીઆઈ ના એસઓપીને ઔપચારિક રીતે અપનાવવા અને ડિજિટલ છેતરપિંડીનો સામનો કરવા માટે એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર ભારતમાં તેનો અમલ કરવાનો નિર્દેશ આપે છે. કોર્ટે CBIને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ ધરપકડના કેસોની ઓળખ કરવા અને તેનાથી સંબંધિત તથ્યોની વિગતવાર તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.



