રખડતા શ્વાન 20,000ને મારે છે? સરકારી આંકડા અને WHOના અહેવાલોમાં વિરોધાભાસ…

નવી દિલ્હીઃ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં રખડતા તમામ શ્વાનોને શેલ્ટર હૉમમાં રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ આદેશ અવ્યવહારુ છે, પરંતુ રખડતા શ્વાનની સમસ્યા ઘણી ગંભીર છે. જોકે આ સંબંધિત આંકડાઓમાં પણ ઘણી મુંઝવણ છે, પરંતુ એક અંદાજ પ્રમાણે દિવસમાં લગભગ 10,000ને શ્વાન કરડે છે.
વર્ષમાં શ્વાન કરડવાના આંકડા જોઈએ તો 2018માં ભાયનક કહી શકાય તેવા 75 લાખ કેસ નોંધાયા હતા, જે 2019માં 72 લાખ, 2020માં 46 લાખ, 2021 17 લાખ, 2022માં 21 લાખ, 2023માં 30 લાખ અને 2024માં 37 લાખ કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે, ગુજરાત ત્રીજા નંબરે
રાજ્યોની વાત કરીએ તો દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 13.5 લાખ કેસ 2022થી 2024 સુધીમાં નોંધાયા છે. મહારાષ્ટ્ર બાદ બીજો નંબર તમિલ નાડુનો આવે છે જ્યાં 12.9 લાખ કેસ અને ત્રીજા નંબરે 8.4 લાખ કેસ આ અરસામાં નોંધાયા છે. નવાઈની વાત એ છે કે આ રાજ્યોમાં શ્વાનની સંખ્યા અન્ય રાજ્યો કરતા ઓછી.
યુપીમાં સૌથી વધારે 20.6 રખડતા શ્વાન છે, ઓડિશામાં 17.3 લાખ છે અને મહારાષ્ટ્રમાં 12.8 લાખ શ્વાન હોવાનું 2029માં થયેલી ગણતરીમાં બહાર આવ્યું છે. જે રાજ્યોમાં વધારે શ્વાન છે ત્યાં કરડવાના કેસ ઓછા છે.
શ્વાન કરડવાથી વર્ષના આટલા મોત?
ભારતમાં શ્વાન કરડવાથી થતાં મોતનો આંકડો ડિબેટ માગી લે તેવો છે. સરકારી આકડા અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (વ્હુ)ના આંકડામાં જમીન આસમાનનો ફરક છે. વર્ષ 2022ની વાત કરીએ તો કેન્દ્ર સરકારના આંકડા અનુસાર દેશમાં હડકાયા શ્વાન કરવાથી માત્ર 21 મોત નોંધાયા છે.
આ જ વર્ષના વ્હુના આંકડા કહે છે કે ભારતમાં 305 મોત થયા છે. જોકે WHOનું કહેવાનું છે કે ભારતમાં શ્વાન કરડવાથી દર વર્ષે 18,000થી 20,000 માણસ મરે છે. આ આંકડો ખૂબ જ ચોંકાવનારો અને ભયાનક છે.
રખડતા શ્વાનથી જનતાનું રક્ષણ કરવા માટે ગુજરાત હાઈ કોર્ટે પણ વારંવાર સ્થાનિક તંત્રને ખખડાવી છે. જોકે અમદાવાદ સહિત ગુજરાતમાં પણ રખડતા શ્વાનની સમસ્યા એટલી જ ગંભીર છે. આ સમસ્યાનો કોઈ યથાર્થ ઉકેલ આવે તે જરૂરી છે.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે મેનકા ગાંધીએ વ્યક્ત કર્યું આશ્ચર્યઃ ત્રણ લાખ શ્વાન ક્યાં રાખશો?