નવી દિલ્હી: છેલ્લા સમયથી ગુનેગારો અને આરોપીઓના ઘર અને મિલકતો પર સરકાર દ્વારા બુલડોઝર ચલાવી દેવાના ઘણા કિસ્સાઓ બન્યા છે, આવા મામલે સુપ્રીમ કોર્ટે (Supreme court about bulldozer action) વધુ કડકાઈ બતાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ માટે સૌથી સુરક્ષિત સ્થળ તેનું ઘર હોય છે. કોઈપણ ભોગે મકાનોને બુલડોઝ કરવું એ સભ્ય સમાજની ન્યાય વ્યવસ્થા ન હોઈ શકે.
Also read: Weather Update : દેશમાં કયારથી શરૂ થશે ઠંડીની શરૂઆત ? હવામાન વિભાગે કરી આ આગાહી
સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણીઓ ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં બુલડોઝર એક્શન સંબંધિત એક કેસમાં કરી છે. આ મામલામાં ચુકાદો આપતાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું કે અધિકારીઓ પણ આવા બુલડોઝરની કાર્યવાહીનો અયોગ્ય લાભ લઈ શકે છે અને તેનો ઉપયોગ પોતાના અંગત વેર માટે પણ કરી શકે છ
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ચુકાદામાં કહ્યું કે બુલડોઝર દ્વારા ન્યાય કોઈ સભ્ય ન્યાય પ્રણાલી નથી. એક ગંભીર જોખમ એ પણ છે કે જો રાજ્યના કોઈપણ અધિકારી દ્વારા મનસ્વી અને ગેરકાયદેસર એક્શનની પરવાનગી આપવામાં આવશે, તો કોઈ સાથે અંગત રીતે બદલો લેવા પણ નાગરિકોની મિલકતો તોડી પાડવામાં આવશે.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે કોઈપણ રાજ્યના નાગરિકોની મિલકતો અને મકાનોને બરબાદ કરવાની ધમકી આપીને તેમનો અવાજ દબાવી ન શકાય. માણસ પાસે અંતિમ સુરક્ષિત જગ્યા તેનું ઘર છે. કાયદો જાહેર મિલકત પર ગેરકાયદે કબજો અને અતિક્રમણને યોગ્ય ઠેરવતો નથી.
Also read: આડાસંબંધના કારણે પતિ સુસાઇડ કરે તો પત્ની જવાબદાર નહીઃ હાઇકોર્ટ
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે કાયદાના શાસન હેઠળ બુલડોઝિંગ બિલકુલ અસ્વીકાર્ય છે. જો આને મંજૂરી આપવામાં આવશે તો કલમ 300A હેઠળ મિલકતના અધિકારની બંધારણીય માન્યતા નકામી બની જશે.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે મહારાજગંજમાં બુલડોઝરની કાર્યવાહી સાથે જોડાયેલા એક મામલામાં યુપી સરકારને ફટકાર લગાવી હતી અને એ પણ કહ્યું હતું કે હાઈવે પર આવેલા ઘરો પર કોઈ નિશ્ચિત પ્રક્રિયા વગર બુલડોઝર ચલાવવામાં આવ્યા હતા. કોર્ટે આદેશ આપ્યો છે કે આ કાર્યવાહીને કારણે પીડિતોને જે મુશ્કેલી પડી છે તેના માટે રાજ્ય સરકારે 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું જોઈએ.
Also read: તેલંગણાની જેમ ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં થશે જાતી આધારિત જનગણના: રાહુલ ગાંધી
કોઈપણ મિલકતને તોડી પાડવામાં આવે તે પહેલાં કોર્ટે છ આવશ્યક પગલાંનું પાલન ફરજિયાત કરવા આદેશ આપ્યા છે; એક, પ્રસાશને પહેલા હાલના જમીનના રેકોર્ડ અને નકશાની ચકાસણી કરવી જોઈએ; બે, ખરેખર અતિક્રમણ છે કે નહીં એ તપાસવા માટે યોગ્ય સર્વેક્ષણો હાથ ધરવા જોઈએ; કથિત અતિક્રમણ કરનારાઓને ત્રણ લેખિત નોટિસ પાઠવવી આવશ્યક છે; ચાર, વાંધાઓ ધ્યાનમાં લેવા જોઈએ અને આદેશો પસાર કરવા જોઈએ, પાંચ, અતિક્રમણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે વાજબી સમય આપવામાં આવે અને છ, જો જરૂરી હોય તો વધારાની જમીન કાયદેસર રીતે સંપાદિત કરવી જોઈએ.